તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેળાના પાકને નુકસાન:સંખેડાના ત્રણ ગામોમાં કમોસમી વરસાદથી કેળના 6850 થડને અસર

સંખેડા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતે ઝૂંટવી લીધો

સંખેડા તાલુકાના 3 ગામોમાં 6850 કેળાના છોડને નુકસાન થયું હતું. શનિવારે રાત્રે આવેલા ભારે પવન અને વરસાદને કારણે કેળાના આ 3 ગામોમાં 21.47 ટકા કેળાના છોડને નુકસાન થયું છે. માંજરોલ, બહાદરપુર અને વડદલી ગામે કેળાના પાકને નુકસાન થયું હતું. સંખેડા તાલુકામાં શનિવારે રાત્રે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે બહાદરપુર, માંજરોલ અને વડદલી ગામે કેળાના તૈયાર થવા આવેલા પાકને નુકસાન થયું હતું. એક રીતે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો.

બહાદરપુર ગામના ડેનિસ દેસાઈના જણાવ્યા મુજબ તેમના ખેતરમાં જ આશરે 80થી 90 ટકા કેળાના થડ પવન અને વરસાદને કારણે પડી ગયા હતા. આગામી 15 દિવસોમાં જ તેનું કટિંગ પણ કરવાનું હતું અને એ પહેલા જ આવેલા વરસાદ અને પવને કેળાની લૂમ સાથે થડ આડા પાડી દીધા હતા.

સંખેડા તાલુકા પંચાયત ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી ખેતી મગનભાઇના જણાવ્યા મુજબ સંખેડા તાલુકાના બહાદરપુર, માંજરોલ અને વડદલી ગામે સર્વે કરવામાં આવ્યો હતો. કુલ આ 3 ગામોમાં 31900 થડનું વાવેતર હતું. જેમાંથી પવન અને વરસાદને કારણે 6850 થડને નુકસાન થયું છે. આ અંગેનો અહેવાલ જિલ્લામાં મોકલી આપવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...