તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:નાગરવાડા નજીક નદી કિનારે કોતરમાંથી 6 જુગારિયા ઝડપાયા

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા પોલીસને કુલ 6850નો મુદ્દામાલ મળી આવ્યો હતો

સંખેડા નજીક નાગરવાડા પાસે નદીના કોતરમાંથી છ જુગારીયા સંખેડા પોલીસે ઝડપી કાઢી ફરીયાદ નોંધી હતી. છ જુગારીયાઓ પાસેથી કુલ 6850 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

સંખેડા નજીક આવેલા નાગરવાડા ગામ નજીક નદી પસાર થાય છે. આ નદીના પટમાં જુગાર રમાતો હોવાની સંખેડા પોલીસને બાતમી મળી હતી. આ બાતમી આધારે સંખેડા પોલીસે રેડ કરતા જુગારીયાઓમાં નાસભાગ થઇ હતી. જોકે પોલીસે કોર્ડન કરીને તમામ છ જુગારીયાઓને ઝડપી કાઢ્યા હતા. આ સ્થળે દાવ પરના 1550 રૂપિયા, અંગઝડતીમાંથી 3600 રૂપિયા અને ત્રણ મોબાઇલ ફોન કિમત 1700 રૂપિયા મળી કુલ 6850 રૂપિયાનો મુદ્દામાલ સાથે લાખાભાઇ બાબરભાઇ દેવીપૂજક, મંગાભાઇ કંચનભાઇ દેવીપુજક, રાજુભાઇ રમેશભાઇ દેવીપુજક, દિલીપભાઇ રામસીંગભાઇ દેવીપુજક, ચેતનભાઇ ઉર્ફ કાળુ ગોપાલભાઇ ભોઇ અને રાજુભાઇ બાબરભાઇ દેવીપુજક ઝડપાયા હતા.

કોઠારાથી શ્રાવણિયો જુગાર રમતાં 6 ઝડપાયા ડેસર તાલુકાના કોઠારા ગામે જુગાર રમતા હોવાની બાતમી ડેસર પોલીસને મળતા પોલીસે બાતમીવાળી જગ્યા ઉપર દરોડો કરતા કોઠારાના પાછલા ફળિયામાં લીમડાના ઝાડ નીચે ગોળ કુંડાળું કરી જુગાર રમતા જુગારિયાઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા જુગારીયાઓ પાસેથી દાવ ઉપર લાગેલા રૂ. 2520 અને અંગ જડતી કરતાં રૂા. 8680 મળી કુલ રૂા.11,200ના મુદ્દામાલ સાથે કાળાભાઈ માછી, વિનોદભાઈ માછી, દિનેશભાઈ માછી, મંગળભાઈ ઉર્ફે ટીનો માછી, રઇજીભાઈ માછી, ઇશ્વરભાઇ માછી, તમામ રહે કોઠારા તા. ડેસરને ઝડપી તેઓ વિરુદ્ધ પોલીસ દ્વારા જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...