સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામે આવેલા પ્રસિદ્ધ રણછોડજી મંદિરે 53માં પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. આમતો અત્રેનું મંદિર આશરે 300 વર્ષ કરતા વધારે જુનું હતું. પણ અત્રે જોષી ગાર્ડે નવિન મંદિર બંધાવ્યું હતું. દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તો મોટી સંખ્યામાં દર્શાનાર્થે ઉમટ્યા હતા. આખા વર્ષમાં ફક્ત આજના દિવસે ભક્તોને રણછોડરાયજીના ચરણ સ્પર્શ કરવા મળે છે.
સંખેડા તાલુકાના સોનગીર-ઇન્દ્રાલ ગામે રાજા રણછોડજીનું આશરે 300 વર્ષથી પણ વધારે જૂનું મંદિર આ વિસ્તારના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહિંયા બિરાજતિ રાજા રણછોડજીની પ્રતિમા ડાકોર અને દ્વારકામાં બિરાજતા ઠાકોરજી કરતા પણ ઊંચી છે. સોનગીર-ઇન્દ્રાલ ગામમાં રણછોડજી મંદિરના કારણે મિનિ ડાકોર તરીકે આ વિસ્તારમાં ઓળખાય છે. સંખેડા તાલુકાના સોનગીર-ઇન્દ્રાલ ગામે રણછોડજીનું મંદિર આવેલું છે. આ મંદિરના શિખર ઉપર શ્વેત રંગની ધર્મધજા બારેમાસ ફરકતી રહે છે.
લગભગ 300 વર્ષ અગાઉ રણછોડજીની પ્રતિમા એક ઝૂંપડા જેવા ઘરમાં બિરાજતી હતી. પરંતુ ત્યાર બાદ અહીં નજીકના રેલ્વે સ્ટેશનમા ગાર્ડ તરીકે ફરજ બજાવતા જોશીજીએ અહીં આ મંદિર બનાવ્યું હતું. જેને 53 વર્ષ થતા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. ગુંડીચા અને ટીંબા ગામેથી યુવાનો ધજાજી લાવ્યા હતા. જે મંદિરના શિખરે ચડવાઇ હતી. મંદિરના પટાંગણમાં હવન પણ યોજાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.