હજારો મરઘાંના મોત:વાઘેથામાં મરઘાફાર્મમાં પાણી ભરાતાં 5000ના મોત; મૃતકાંક વધવાની શક્યતા

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં સાંજે ભારે વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયાં હતા

સંખેડા તાલુકાના વાઘેથા પાસે આવેલા એક મરઘા ફાર્મની આજુબાજુ પાણી ભરાઈ જતાં આશરે 5000 મરઘાંના મોત થયા હતા.સંખેડા તાલુકામાં સાંજના સમયે 4 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં સંખેડા તાલુકાના વાઘેથા ગામની સીમમાં આવેલા મરઘા ફાર્મમાં પણ પાણી ભરાયા હતા.

જેને કારણે અહીં આગળ-પાછળ આવેલા બે મરઘા ફાર્મમાં પાણી ભરાતાં આશરે 5000 હજાર જેટલા મરઘાંના મોત નિપજ્યાં હતા. મરઘા કેન્દ્રનું સંચાલન કરતા સંચાલકે જણાવ્યું હતું કે 7000 જેટલા મરઘા અહીંયા લાવ્યા હતા. મરઘા ફાર્મમાં પાણી આવી જતાં આશરે 5000 જેટલા મરઘા મરી ગયા છે. ઠંડી અને પાણી ભરાયા હોવાથી હજી પણ કદાચ બીજા મરઘા મરી શકે છે.”

અન્ય સમાચારો પણ છે...