તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સંખેડા KGBVની 50 છાત્રાઓ પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત રહી

સંખેડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ અહીંયા ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કરાયું હતું
  • દવાઓનો જથ્થો હજી સુધી હટાવવામાં આવ્યો નથી

ધોરણ 6થી 12ની શાળાઓ શરૂ થઇ ગઇ હોવા છતા સંખેડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ થઈ નથી. અત્રે રહીને 50 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. પણ હજી સુધી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ ન થતા પ્રત્યક્ષ શિક્ષણથી આ વિદ્યાર્થીનીઓ વંચિત છે.

સંખેડા ખાતે કન્યા શાળાની પાછળ કે.જી.બી.વી. આવેલી છે. અહીંયા ધોરણ 9ની અને ધોરણ 10ની મળીને કુલ 50 વિદ્યાર્થીનીઓ રહીને અભ્યાસ કરે એવું આયોજન છે. સરકાર દ્વારા કોરોનાના કેસ ઓછા થતા શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું કરવાનું આયોજન કરીને શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. તબક્કાવાર ધોરણ 9થી 12 પહેલા અને ત્યાર બાદ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા છે. જેથી ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ મેળવતા થયા છે. પણ સંખેડા કે.જી.બી.વી.ની 50 જેટલી વિદ્યાર્થીનીઓ કે.જી.બી.વી. હજી સુધી શરૂ ન થવાના કારણે પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત છે.

સંખેડા કે.જી.બી.વી.માં કોરોનાની બીજી લહેર દરમિયાન ક્વોરન્ટઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. એ સેન્ટર માટે જરૂરી દવાઓ પણ અહીંયા રાખવામાં આવી હતી. જોકે હજી સુધી આ દવાઓનો જથ્થો અહીંયાથી હટાવાયો નથી. આ બાબતે કે.જી.બી.વી. વૉર્ડન ચેતનાબેનનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, “અહીંયા કોઠારમાં જ દવાઓનો જથ્થો છે. એને હટાવવા માટે આરોગ્ય વિભાગને કહ્યું છે. આજે જ તેઓ અહીંયાથી તેને હટાવવા માટે આવવાના છે. બે દિવસમાં કે.જી.બી.વી. શરૂ થઈ જશે. આના માટે લેખિત પણ રજૂઆત કરેલી છે.’

અન્ય સમાચારો પણ છે...