ચૂંટણી:સંખેડા APMCના એક ડિરેક્ટરની ચૂંટણી માટે 5 ઉમેદવારીપત્ર ભરાયા

સંખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંખેડા એપીએમસીના એક ડિરેકટરની જગ્યા ખાલી પડેલી છે. ચેરમેન ગોપાલ પટેલના અવસાનના કારણે ખાલી પડેલી ખેડૂત વિભાગના એક ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનું સોમવારથી શરૂ થયું છે. જેમાં પહેલું ઉમેદવારીપત્ર ભાવેશભાઇ દિનેશભાઇ પટેલે ભર્યું હતું. તેમનું ઉમેદવારીપત્ર ભરવાના સમયે એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મોટાભાગના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પટેલે પણ ઉમેદવારી નોંધાવી હતી. આમ આદમી પાર્ટીના મધ્ય ગુજરાતના કિસાન સેલના અધ્યક્ષ નરહરી પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સિવાય પણ બે ઉમેદવારીપત્ર ભરાયા છે. જેમાં પૃથ્વીરાજસિંહ માત્રોજા અને નિલમબેન પટેલ છે. જોકે આ ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા પોતાનો કોઇ ઉમેદવાર ઉતારવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...