તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:સંખેડા તાલુકામાં 475 શિક્ષકો, ક્લાર્ક અને નગર સેવકોને કોરોનાની રસી અપાઈ

સંખેડા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 12 જેટલી શાળાઓમાં બૂથ ઊભા કરાયા હતા
 • રસી મુકાયા બાદ કોઈને કોઈ સાઈડ ઇફેક્ટ થઈ નહોતી

સંખેડા તાલુકામાં પ્રાથમિક વિભાગ તેમજ હાઈસ્કૂલના શિક્ષકો, ક્લાર્ક અને સેવકભાઈઓને કોરોનાની રસી મુકાઈ હતી. 475 કર્મચારીઓને 12 બૂથમાં કોરોનાની રસી મુકાઈ હતી.સંખેડા તાલુકામાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તેમજ રેવન્યુ વિભાગના કર્મચારીઓને કોરોનાની રસી મુકાયા બાદ હવે શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા કર્મચારીઓને કોરોનાની રસી મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો.

સંખેડા તાલુકામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ, તાલુકામાં આવેલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધાયમિક શાળાના કર્મચારીઓને કોરોનાની રસી મુકવામાં આવી હતી. સંખેડા તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીના સૂત્રોના જણાવ્યાનુસાર સંખેડા તાલુકામાં આવેલી શાળાના શિક્ષકો, ક્લાર્ક તેમજ સેવકભાઈઓને કોરોનાની રસી મુકવા માટે કુલ 12 જેટલી શાળાઓમાં બૂથ ઉભા કરાયા હતા. જેના થકી 475 કર્મચારીઓને કોરોનાની રસી મુકવામાં આવી છે. રસી મુકાયા બાદ કોઈને કોઈ સાઈડ ઇફેક્ટ થઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો