ભાસ્કર વિશેષ:સંખેડા તાલુકાની 4588 વિધવાઓના ત્રણ મહિનાથી અટકેલા પેન્શનનાં નાણાં જમા થયાં

સંખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી
  • રજૂઆતને પગલે સંખેડાના મામલતદારે મહિલા અને બાળ અધિકારીને પત્ર લખ્યો હતો

સંખેડા તાલુકાની 4588 વિધવા મહિલાઓને ત્રણ મહિનાથી પેન્શનની રકમ ન મળતા મહિલાઓની હાલત કફોડી બની હતી. આ અંગેનો અહેવાલ તા. 5 જાન્યુઆરીના રોજ દિવ્ય ભાસ્કર દૈનિકમાં પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. આજે આ વિધવા મહિલાઓના પેન્શનના નાણાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા પણ આ બાબતે સંખેડા મામલતદારને લેખિત રજૂઆત કરાઇ હતી. સંખેડા પોસ્ટમાસ્તર નટુભાઈના જણાવ્યા મુજબ આજે સવારે ત્રણ મહિનાના પેન્શનના નાણાં જમા થઈ ગયા છે.

સંખેડા તાલુકાની 4588 વિધવા મહિલાઓ છે. આ વિધવા મહિલાઓને દર મહિને 1250 રૂપિયા પેન્શન તરીકે મળે છે. સરકાર દ્વારા પેન્શનની રકમ ચૂકવાય છે. છેલ્લા ત્રણ મહિનાથી પેન્શનની રકમ જમા ન થતા વિધવા મહિલાઓની હાલત કફોડી બની હતી. તાજેતરમાં તા.4 જાન્યુઆરીના રોજ વિધવા મહિલા સંખેડા પોસ્ટ ઓફિસમાં તપાસ કરવા માટે પણ ગઈ હતી.

જે બાબતેના સમાચાર તા. 5 જાન્યુઆરીના રોજ દિવ્ય ભાસ્કર દૈનિકમાં પ્રસિદ્ધ થયા હતા. દિવ્ય ભાસ્કર દૈનિકમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા સંખેડા મામલતદારને આ બાબતે લેખિત જાણ કરાઇ હતી.

અને સત્વરે વિધવા મહિલાઓને પેન્શનની રકમ જમા થાય એ માટે રજુઆત કરાતા સંખેડા મામલતદાર વી.જી. શાહ દ્વારા પણ મહિલા અને બાળ અધિકારીને પત્ર લખ્યો હતો. જોકે તા.7 જાન્યુઆરીના રોજ વિધવા મહિલાઓના પેન્શન નાણાં જમા થયા હતા. સંખેડા પોસ્ટમાસ્તર નટુભાઈના જણાવ્યા મુજબ આજે સવારે ત્રણ મહિનાના પેન્શનના નાણાં જમા થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...