સંખેડા તાલુકા સેવાસદન પાસેથી 4 પાડા અને એક પાડીને લઈ જતી પીકઅપ ગાડી ઝડપાઇ હતી. બે શખ્સો ઝડપાયા હતા. સંખેડા ગામમાં રહેતા આશિષભાઈ શાંતિલાલ લીબાસીયા રાત્રિના સમયે ઘરે પરત આવતા હતા. તે વખતે તેમની બાજુમાંથી એક પીકઅપ ગાડી પસાર થતી હતી.
આ ગાડીમાં પશુઓ ભરેલા હોય એવું લાગતા તેમના મિત્ર ચિરાગભાઈ કુબેરભાઈ રબારીને જાણ કરી હતી. જેથી તેમણે સેવાસદન પાસે જઈ પીકઅપ ગાડીને ઉભી રાખી અને પીકઅપ ગાડીના પાછળના ભાગે ડાલામાં જોતા તેમાં ભેસોના નાના બચ્ચા ટૂંકા દોરડાથી એકબીજા સાથે પીકઅપના ડાલામાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલા જોવા મળ્યા હતા.
જેથી આ બાબતે સંખેડા પોલીસને જાણ કરતા સંખેડા પોલીસ અત્રે સેવા સદન પાસે આવી પહોંચી હતી અને તેમને પીકઅપમાં જોતા તેમાં એકથી બે વર્ષની ઉંમરના ભેંસના પાડા નંગ 4 અને પાડી નંગ એક જોવા મળી હતી. જે એકબીજા સાથે કૃરતાપૂર્વક બાંધેલી હતી.
તેમજ ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા નહીં રાખીને પ્રાણીઓ પ્રત્યે કુરતા દાખવી અને પાસ પરમિટ વગર ગેરકાયદે રીતે હેરાફેરી કરતા બે શખ્સો જેમાં પીકઅપનો ચાલક મુકેશભાઈ ઉર્ફે ડબ્બો શંકરભાઈ બજાણીયા રહે તરસાણા, તા. ડભોઇ અને ભીખાભાઈ બજાણીયા રહે. નવીનગરી ડભોઇ ઝડપાયા હતા. આ પશુઓ તેઓ ક્યાંથી લાવ્યા અને કયાં લઈ જતા હતા. એ બાબતેની તપાસ હાથ ધરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.