સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમમાંથી પટેલ આશિષભાઈ દિનેશભાઇના ખેતરમાંથી 11 હજાર મીટર ટપક સિંચાઈ પદ્ધતિની પાઈપ ચોરાઈ હતી. ચોરાયેલી પાઇપની કિંમત 77 હજાર રૂપિયા હતી. આ બાબાતે સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી આ ચોરી બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.પોલીસને તપાસ દરમિયાન આ ડ્રિપની પાઈપની ચોરી બાબતે એક પછી એક કડીઓ મળવા લાગી હતી.
પોલીસે આ ડ્રિપની પાઈપની ચોરીના ગુનામાં અશ્વિન ઉર્ફે લાલો બારીયા રહે.બોરતલાવ, હિતેશ બારીયા રહે સરડીયા, મહેન્દ્ર ઉર્ફે રાજુ બારીયા રહે.સરડીયા અને કમલેશ ઉર્ફે કમો તડવી રહે ખુશાલપુરાને ઝડપી લીધા હતા. આ ચોરીમાં તેમની સાથે રતનપુર (ક)ગામનો હરીશ બારીયા પણ સામેલ હતો. જેની તપાસ ચાલુ છે અને પકડવાનો બાકી છે.
અશ્વિન ઉર્ફે લાલો તેના કાકાના છોકરાની ટ્રકનું હેન્ડલિંગ કરે છે. આ ત્રણ-ચાર જણાએ ભેગા થઈને પાઇપો ભરી હતી. પોલીસે તેમની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે રાત્રે પાઇપો ભરીને વેચી નાખી હતી. આ ગુનાના કામે પોલીસે મુદ્દામાલ તરીકે એક ટ્રકને કબજે લીધી છે. હાલમાં પોલીસે આ ચારે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.