વ્યવસ્થા:બોર્ડના પેપરમાં 3 પરીક્ષાર્થી માટે 35 કર્મીઓ કામગીરીમાં રોકાયાં!

સંખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહાદરપુર દ્વારકેશ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્ર સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર હતું

સંખેડા તાલુકાના બહાદરપુર દ્વારકેશ હાઈસ્કૂલ ખાતે ધો.10માં સ્ટાન્ડર્ડ મેથ્સના 3 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર ઉપર 9 કર્મચારીઓ, 4 આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને 12 પોલીસ અને હોમગાર્ડનો પહેરો જોવા મળ્યો હતો. સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે આવેલ દ્વારકેશ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્ર ઉપર ગુરુવારના રોજ ધોરણ 10નું સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર હતું.

સ્ટાન્ડર્ડ મેથ્સ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. અત્રેના પરીક્ષા કેન્દ્ર ઉપર માત્ર ત્રણ જ પરીક્ષાથી વિદ્યાર્થીઓ હતા. આ ત્રણ પરીક્ષાથી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર ઉપર રોજ જેટલો જ બંદોબસ્ત કર્મચારીઓ જોવા મળ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર ઉપર આશરે 25 જેટલા કર્મચારીઓ રોકાયેલા જોવા મળ્યા હતા. પરીક્ષા કેન્દ્ર ઉપર 3 પરીક્ષાર્થીઓ માટે એક - એક કેન્દ્ર સંચાલક, ખંડ નિરીક્ષક, રીલિવર, ક્લાર્ક, સીસીટીવી ઓપરેટર, પટાવાળા, સફાઈ કર્મચારી, પાણીવાળા, સરકારી પ્રતિનિધિ, આરોગ્ય વિભાગના 4 કર્મચારી, એક એ.એસ.આઈ., 2 પોલીસ કોન્સ્ટેબલ અને 9 હોમગાર્ડ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...