ભાસ્કર વિશેષ:ભિલોડિયા બ્રાન્ચ કેનાલના સર્વિસ રોડ પાસે 35 ફૂટનું ધોવાણ

સંખેડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વાહનો સામસામે ભેગા થતાં અકસ્માત સર્જાવાની શક્યતા હોઇ સમારકામ કરવા માગ

સંખેડા તાલુકાના ભાટપુર ગામે ભીલોડિયા બ્રાંચ કેનાલ પાસે પડેલા વરસાદ દરમિયાન 30થી 35 ફૂટ જેટલા સર્વિસ રોડની ધાર પાસે ધોવાણ થયું છે. અકસ્માતની શક્યતા. નર્મદા વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવા માગ ઉઠી છે.

સંખેડા તાલુકાના ભાટપુર ગામની સીમમાંથી ભીલોડિયા બ્રાંચ કેનાલ પસાર થાય છે. ગત મહિને સંખેડા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ભીલોડિયા બ્રાંચ કેનાલ ઉપર બનેલા સર્વિસ રોડની એક બાજુથી આશરે 30થી 35 ફૂટ જેટલું ધોવાણ થઈ ગયું છે. ઉપર ડામર રોડ દેખાય પરંતુ નીચે થઈ ગયેલું છે. આ સ્થળે અકસ્માત થવાની શક્યતા છે. નર્મદા નિગમ દ્વારા આ સર્વિસ રોડની ધાર પાસે થયેલા વ્યાપક ધોવાણનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

આ બાબતે ભાટપુર ગામના ભુપેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે, \"ભીલોડિયા બ્રાંચ કેનાલ ઉપરનો સર્વિસ રોડ આ વિસ્તારનો ટૂંકો માર્ગ અનેક વાહનો આ રસ્તેથી પસાર થાય છે. ગયા મહિને ભારે વરસાદને કારણે એની ધાર પાસે 30 થી 35 ફૂટ જેટલું ધોવાણ થયું છે. જો બે મોટા વાહનો સામસામે ભેગા થાય તો આ અકસ્માત પણ થઈ શકે એવી શક્યતા છે. નર્મદા નિગમ દ્વારા બનાવેલા આ સર્વિસ રોડ પર થયેલ ધોવાણનું તાત્કાલિક સમારકામ કરે એ જરૂરી છે.’

અન્ય સમાચારો પણ છે...