ફરિયાદ:સિંગલાજા પાસેથી 3.13 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાઈલોટિંગ કરનાર કારચાલક અને ફરાર વાનચાલક વિરુદ્ધ ફરિયાદ

ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે મીઠીબોર ગામના ભીખા રાઠવા પોતાની મહેન્દ્રા કંપનીની થાર ગાડી લઈને આગળ ચાલે છે. અને તેની પાછળ એક મેક્સ ગાડીની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને મીઠીબોર થઈ પાંચિયાસાલ તરફ જનાર છે.

જેથી એલસીબી પોલીસ સિંગલાજા ગામ પાસે નાકાબંધીમાં ઊભી હતી. ત્યારે બાતમીવાળી થાર કાર મીઠીબોર તરફથી આવતી જણાતાં તેને રોકવા કહેતાં રોકી નહીં. તેની પાછળ આવતી મેક્સ ગાડીને કોર્ડન કરીને રોકવા જતા તેનો ચાલક ગાડીને રોડની સાઈડમાં ઉતારી દરવાજો ખોલી જંગલ વિસ્તારમાં નાસી ગયો હતો. જેથી તાડીના ઝાડને આગળનું બમ્પર અથડાતાં વાન ઉભી રહી ગઈ હતી.

પોલીસે તેમાં તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. તેની ગણતરી કરતાં કુલ 1752 દારૂની બોટલો અને બિયરના ટીન ઝડપાયા હતા. જેની કિંમત 3,13,296 રૂપિયા થતી હતી. તેમજ મેક્સ ગાડીની કિંમત રૂા.3,00,000 સાથે કુલ 6,13,296 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસે થાર ગાડીના ભીખા રાઠવા અને મેક્ષ વાનના નાસી છૂટેલા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...