તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:સંખેડા તા.પં.ની 2 બેઠક માટે 3, જિ.પં. માટે 4 ફોર્મ ભરાયા

સંખેડા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ભાજપે હજી ઉમેદવારી પત્રો ભર્યા નથી

સંખેડા તાલુકા પંચાયતની 2 બેઠક માટે 3 ઉમેદવારીપત્ર અને જિલ્લા પંચાયતની 3 બેઠક માટે બુધવારે ચાર ઉમેદવારી પત્ર ભરાયા હતા. હવે ઉમેદવારીપત્ર ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટે એવી શક્યતા છે.સંખેડા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે અને જિલ્લા પંચાયતની સંખેડા તાલુકામાં આવેલી ચાર બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવા માટે બુધવારે ત્રીજા દિવસે ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમેદવારો આવ્યા હતા.

સંખેડા તાલુકા પંચાયતની નંદપુર બેઠક માટે બે ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું છે. જ્યારે ખૂનવાડ બેઠક માટે એક ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યું હતું. જ્યારે જિલ્લા પંચાયતની બેઠકો માટે પણ ઉમેદવારીપત્ર ભરવા માટે ઉમેદવારો આવ્યા હતા.જેમાં ખૂનવાડ બેઠક માટે 2, બહાદરપુર બેઠક માટે એક અને સંખેડા બેઠક માટે એક એમ મળીને કુલ ચાર ઉમેદવારીપત્ર ભરાયા છે. સંખેડા તાલુકા પંચાયતની 18 બેઠકો અને જિલ્લા પંચાયતની ચાર બેઠકો માટે ભાજપ દ્વારા હજી ઉમેદવારીપત્ર ભરવાનું મુહૂર્ત કરાયું નથી. જેથી હવે જ્યારે ઉમેદવારીપત્ર ભરવા માટે ગણતરીના જ દિવસો બાકી છે.ત્યારે ઉમેદવારીપત્ર ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટવાની શક્યતા છે.

સંખેડા બેઠકના મહિલા ઉમેદવારે ડિપોઝિટ પેટે 2000ના ચલણી સિક્કા ભર્યા
છોટાઉદેપુર જિ.પંચાયતની સંખેડા બેઠકના બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મંજુલાબેન મધુસુદન રોહિતે ડિપોઝિટ પેટે 2000 રૂપિયા ચલણી સિક્કાથી ભરી એક-એક રૂપિયાના 2000 સિક્કા ડિપોઝિટ પેટે ભર્યા હતા. બે કર્મચારીઓ આ સિક્કા ગણવા બેઠા હતા. છોટાઉદેપુર જિ.પંચાયતની સંખેડા બેઠક અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત છે. અગાઉ સંખેડાની એક મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો