શકુનિઓ ઝડપાયા:ભાટપુરમાં જુગાર રમતા 3 ઝડપાયાં, નવા ફળિયામાં મહિલાના ઘરના વાડામાં જુગાર રમાતો હતો : 2 ફરાર

સંખેડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર LCBએ રેડ કરી રૂા. 27040નો મુદ્દામાલ જપ્ત કર્યો

છોટાઉદેપુર એલસીબી પોલીસે સંખેડા તાલુકાના ભાટપુર ગામે રેડ કરી 3 જુગારીયાઓને ઝડપી કાઢ્યા હતા. જ્યારે બે જુગારિયા નાસી છૂટ્યા હતા. સ્થળ ઉપરથી કુલ 27040 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. સંખેડા તાલુકાના ભાટપુર ગામે નવા ફળિયામાં રહેતી સુધાબેન અમરતભાઈ તડવીના ઘરની પાછળ આવેલા વાડામાં કેટલાક શખ્સો લાઇટના અજવાળે પત્તાપાનાનો જુગાર રમતા હોવાની બાતમી છોટાઉદેપુર એલસીબી પોલીસને મળી હતી.

આ બાતમી આધારે છોટાઉદેપુર એલસીબી પોલીસે સુધાબેન અમરતભાઈ તડવીના વાળામાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને જોઇ જુગારીયા નાસવા લાગ્યા હતા. પોલીસે 3 જુગારીયાને દોડીને પકડી લીધા હતા. જ્યારે બીજા બે જુગારીયા નાસી છૂટયા હતા. ઝડપાયેલા જુગારીઓમાં જયદેવભાઈ સતિષભાઈ તડવી, નરેશભાઈ ભીમાભાઇ તડવી, રહે. ધામનીઘોડા અને અંકુશભાઈ મોહનભાઈ તડવી રહે. ભાટપુર ઝડપાઈ ગયા હતા.

જ્યારે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં નાસી ગયેલા વ્યક્તિના નામ પુછતાં તેઓએ નાસી ગયેલાઓમાં નગલો તડવી રહે. કુબેરપુરા અને સતીશભાઇ વિઠ્ઠલભાઈ તડવી રહે. ધામનીઘોડાના હોવાનું પોલીસને જણાવ્યું હતું. સ્થળ ઉપરથી પોલીસને દાવ ઉપરના 12700 રૂપિયા રોકડા તેમજ અંગજડતીમાં 2340 રૂપિયા અને મોબાઈલ નંગ 4 કિંમત 12000 રૂપિયા મળી કુલ 27040 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. પી.એસ.આઇ. રાઉલજી, હે.કો. વ્રજેશભાઈ, રાજેશભાઈ અને ભરતભાઇએ આ જુગારીયાઓને ઝડપી કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...