તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાઘોડિયા ST ડેપોની સંખેડાને જોડતી 3 બસ બંધ થતાં હાલાકી

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંખેડાથી જિલ્લા મથક છોટાઉદેપુરને સાંકડતી સવારે 8 વાગ્યાની એસટી બસ છે. આ બસ વાયા માંકણી થઇને છોટાઉદેપુર જાય છે. પણ ભાટપુર, વાસણા જે બિલકુલ જ અલગ એક રૂટ છે. એ રૂટને છોટાઉદેપુર સાથે જોડતી કોઇ બસની સીધી સુવિધા જ નથી. આ રૂટ જો શરૂ કરવામાં આવે તો આ વિસ્તારના ગામોના લોકોને એક નવી બસની સુવિધા મળે એમ છે. સવારે છોટાઉદેપુર જઇને સાંજે પરત આવે એવી બસનો લાભ આ વિસ્તારના રહિશો માંગી રહ્યા છે.

સંખેડાને જોડતી વાઘોડીયા ડેપોની ત્રણ જેટલી એસ.ટી.બસની સુવિધા બંધ થતા વડોદરા કે રાજપીપળા જવા ઇચ્છતા અનેક મુસાફરોને ના છુટકે ખાનગી વાહનમાં મુસાફરી કરવાનો વારો આવ્યો છે. વાઘોડિયા ડેપોની બંધ થયેલી બસો જે સંખેડાને જોડતી હતી. એમાં સવારે 5-10 વાગ્યે વડોદરા જતી, બીજી બસ સવારે 9-05 વાગ્યે આવતી અને 10-10 ઉપડતી રાજપીપળા આ ત્રણેય બસ બંધ થયેલી છે. જે પુન: શરૂ કરવા માટેની માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...