વાવેતર:છોટાઉદેપુર જિલ્લામાં 28.66 % વિસ્તારમાં રવી પાકોની વાવણી

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29866માંથી 8560 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું
  • સૌથી વધુ વાવેતર મકાઇ, ઘાસચારો અને શાકભાજીનું થયું

છોટાઉદેપુર જિલ્લામાં રવી પાકની વાવણીનો આરંભ થયો છે. જિલ્લામાં અત્યાર સુધી આ સીઝનમાં 28.66 ટકા વાવેતર રવી પાકોનું થયું છે. છેલ્લા 3 વર્ષનો સરેરાશ વાવેતર વિસ્તાર 29866 હેકટર છે. જેની સામે 8560 હેકટરમાં વાવેતર થયું છે.

શિયાળાના આગમનની સાથે જ રવી પાકોની વાવણીનો આરંભ થઈ જતો હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ રવિ પાકોની વાવણી શરૂ થઈ છે. ખેડૂતો રવી પાકોની વાવણીમાં વ્યસ્ત બન્યા છે. જોકે આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે ખેતીમાં થયેલા ખરીફ પાકોને નુકસાન થયું હતું. જેથી વાવણી મોડી થયેલી છે. જેને કારણે રવી સિઝન પણ મોડી પડી રહી છે. જોકે છેલ્લે છેલ્લે પણ સંખેડા તાલુકામાં પડેલા વરસાદને કારણે રવી પાકમાં થયેલી વાવણીને પણ નુકસાન થતા ખેડૂતો પરેશાન બન્યા હતા.

જિલ્લાના સંખેડા, બોડેલી સહિતના તમામ છ તાલુકામાં રવી પાકની વાવણીની શરૂઆત થઈ છે. જેમાં સૌથી વધુ મકાઈનું તેમજ શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયુ છે.

ચોમાસામાં વરસાદથી નુકસાન અંગે સહાય પણ પાછલા વરસાદથી નુકસાન સામે કોઈ સહાય નહીં
છોટાઉદેપુર જિલ્લામાં જુલાઈ મહિનામાં પડેલા અતિભારે વરસાદને કારણે થયેલ ખેતીના નુકશાનનું વળતર અંગે સરકાર દ્વારા આચારસંહિતાની જાહેર થતા પૂર્વે જ જાહેરાત કરી દેવાઈ હતી. જોકે પાછોતરા વરસાદને કારણે સંખેડા તાલુકાના માંજરોલ, બહાદરપુર સહિતના કેટલાક ગામોમાં તુવેરની થયેલી વાવણીને ઘણું મોટું નુકસાન થયું હતું. ખેડૂતોને ફરીથી બિયારણની વાવણી કરવાનો વારો આવ્યો હતો.તેમના માટે કોઈ જ સહાયની જાહેરાત થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...