સફળતાપૂર્વક રેસ્ક્યુ:સંખેડા તાલુકાના માલપુરથી 25 વ્યક્તિઓને મધરાત્રે બોટમાં રેસ્ક્યૂ કરાયા

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરેશ્વર પાસે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે પાણીમાં ફસાયેલી ઇકો ગાડીનું રેસ્ક્યૂ કરાયું

સંખેડા તાલુકાના માલપુર ગામે કોતરોમાં પાણી આવી જતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા 25 જેટલી વ્યક્તિઓને રાત્રિના અઢી વાગ્યાના સુમારે ફાયરબ્રિગેડની ટીમ તેમજ સંખેડા પોલીસ દ્વારા સફળતાપૂર્વક બોટમાં બેસાડી અને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે એક ઈકોગાડી વાઘોડિયા તરફથી આવતી હતી.

માલપુર ગામે રાત્રે 1:30 વાગ્યે 25 જેટલા લોકોને બોટમાં બેસાડી ફાયરની ટીમે રેસ્ક્યૂ કર્યા હતા. જ્યારે સંખેડા તાલુકાના કન્ટેશ્વર ગામે SDRFની ટીમે રેસ્ક્યૂની કામગીરી કરી હતી.
માલપુર ગામે રાત્રે 1:30 વાગ્યે 25 જેટલા લોકોને બોટમાં બેસાડી ફાયરની ટીમે રેસ્ક્યૂ કર્યા હતા. જ્યારે સંખેડા તાલુકાના કન્ટેશ્વર ગામે SDRFની ટીમે રેસ્ક્યૂની કામગીરી કરી હતી.

તે દરમિયાન હરેશ્વર પાસે કોતરનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું હતું. જેમાં પાણીના પ્રવાહમાં ઇકો ગાડી ફસાઈ હતી. તાત્કાલિક આ બાબતે સંખેડા મામલતદાર કચેરીને જાણ કરાતા અત્રે ફાયરની ટીમને રવાના કરાઇ હતી. તેમજ સંખેડા પોલીસે સાથે રહી ઇકો ગાડીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ ઢાઢર નદીના કિનારે આવેલું છે. ત્યાં નવીનગરી વિસ્તારમાં આજે સતત ત્રણ દિવસથી વરસાદને કારણે નવીનગરીમાં નદીની જેમ પાણી વહેતું હતું.

કંટેશ્વર ગામે નવીનગરી વિસ્તારમાં રહેતા લગભગ 37 જેટલા પરિવારના 105 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવા માટે એસડીઆરએફની ટીમ તેમજ આ વિસ્તારના સ્થાનિક આગેવાનો વિજયસિંહ, તલાટી એસ.યુ. ચૌહાણ પોલીસ કર્મચારીઓ કંટેશ્વર ગામે પહોંચ્યા હતા. કંટેશ્વર સુધી પહોંચવાનો રસ્તો પણ અત્યંત કઠિન હતો. કમર કમર સમા પાણી હતા. જેમાં આ એસડીઆરએફ ની ટીમ અને અન્ય સૌ કંટેશ્વર ગામે પહોંચ્યા હતા. નવીનગરી વિસ્તારના લોકોને સમજાવીને તમામને રેસ્ક્યુ કર્યા હતા.

જેમાં નાના બાળકોને એસડીઆરએફની ટીમે પોતાના ખભે બેસાડ્યા, બિમાર વૃદ્ધને ખાટલા સાથે ઊંચકીને બહાર લાવ્યા, કેટલાંક વૃદ્ધોને બે એસડીઆરએફના જવાનું ઊંચકીને લઇ જતા હતા. તો કેટલીક મહિલાઓનો હાથ પકડી તેમને પ્રાથમિક શાળામાં લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...