તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સંખેડા કસ્બામાં કોરોના વેક્સિનેશન કેમ્પમાં 229 વ્યક્તિને રસી અપાઇ

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મદ્રેસા-એ-ગુલશને અજમેર ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો
  • રસી મૂકાવવા આવેલી મહિલાઓને ભેટ પણ આપવામાં આવી

સંખેડા ખાતે કસ્બા વિસ્તારમાં મદ્રેસા-એ-ગુલશને અજમેર ખાતે કોરોના વેક્સિનેશન અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સવારથી સાંજ સુધી કુલ 229 વ્યક્તિઓને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાયો હતો. સંખેડા કસ્બા વિસ્તારના અબાલવૃદ્ધો સૌ કોઇએ ઉત્સાહપૂર્વક કોરોના વેક્સિનેશનમાં ભાગ લઇ રસી મુકાવી હતી.

સંખેડા તાલુકામાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ગામોમાં તેમજ જ્ઞાતી સમાજ માટે પણ ખાસ કરીને કોરોનાની રસી મુકાવવા માટેના કાર્યક્રમ યોજી રહ્યું છે. સંખેડા ખાતે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કસ્બા વિસ્તારમાં આવેલ મદ્રેસા-એ-ગુલશને અજમેર અને સંખેડા મામલતદાર દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું.

આ કોવિડ વેક્સિનેશનમાં સવારથી સાંજ સુધીમાં 18 વર્ષથી 44 વરસ સુધીના 136 વ્યક્તિઓને તેમજ 45 વરસથી વધુ વયના 93 વ્યક્તિઓને કોરોનાની રસી મુકવામાં આવી હોવાનું અત્રેના આરોગ્યની ટીમના સૂત્રોએ જણાવ્યું હતું.

કોરોનાની રસી મુકાવવા આવેલ મહિલાઓને ભેટ પણ આપવામાં આવી હતી. અત્રે કોરોના વેક્સિનેશન પ્રસંગે કમિટિના પ્રમુખ મુન્નાભાઇ શેખ, ઉપપ્રમુખ સલીમભાઇ મેમણ, સેક્રેટરી સલીમભાઇ શેખ, ટી.એચ.ઓ.ડૉ.વૈશાલીબેન પરમાર, જિ.પં..સા.ન્યાય સમિતિ ચેરમેન અંજુબેન વિનોદભાઇ સક્સેના, તા.પં.સભ્ય હર્ષ તડવી, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પટેલ, સંખેડા ના.બેંક એમ.ડી, નિતિનભાઇ શાહ વિગેરે અત્રે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...