કોરોના રસીકરણ:સંખેડાની એકમાત્ર ગર્લ્સ હાઇસ્કૂલમાં 214 બાળાએ વેક્સિન લીધી, ટીમલી રમી ખુશી વ્યક્ત કરી

સંખેડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંખેડામાં બીજા દિવસે તાલુકાની એકમાત્ર ગર્લ્સ હાઇસ્કૂલમાં યોજાયેલા વેક્સિનેશન કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ કોરોનાની રસી મુકાવવા ખૂબ ઉત્સાહ બતાવ્યો હતો. સવારે 9 વાગ્યા બાદ વેક્સિનેશન શરૂ થયું હતું. વેક્સિન મુકાવવા વિદ્યાર્થિનીઓ પૈકી કોઇ પપ્પા તો કોઇ મમ્મી સાથે આવી હતી.

એક સાથે બે-બે વિદ્યાર્થિનીઓને વેક્સિન મુકાતી હતી. કોઇએ હસતા રસી મૂકાવી તો કોઇ રડી પણ પડ્યું હતું. સૌથી વધુ આકર્ષણ એ જોવા મળ્યું કે વેક્સિનેશન બાદ તેનું સર્ટિફિકેટ મળતાં તેઓ વેક્સિનેટ થઇ ગયા છે એ ક્ષણને કેમેરામાં કંડારી લેવા માટે ગ્રૂપમાં સેલ્ફી લીધી હતી. શાળાના શિક્ષકો સાથે પણ ગ્રૂપ ફોટો લીધો હતો. તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની છોકરીઓ વેક્સિન લીધા બાદ ગ્રૂપમાં ટીમલી રમી હતી. જે જોઇ સૌ મંત્રમુગ્ધ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...