સંખેડા પોલીસને બાદમે મળી હતી કે મધ્યપ્રદેશમાં રહેતો ઇંગ્લિશ દારૂનો વોન્ટેડ આરોપી વાસુ ભગવાન ઉર્ફે ભાગડા કનેશ એક સફેદ કલરની બોલેરો ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી સંખેડા વિસ્તારમાં આવવાનો છે. મોબાઈલ લોકેશન મુજબ આ ગાડીના લોકેશન કાશીપુરા ગામની સીમનું મળ્યું હતું.
જેથી પોલીસ તે તરફ જતા ત્યાં આગળ લાઈટના અજવાળે સફેદ રંગની પિકઅપ ગાડી જોવા મળી હતી. તેમજ તેની દૂર એક બોલેરો ગાડી ઉભી હતી. જોકે પોલીસને જોઇ બોલેરોનો ચાલક ત્યાંથી ગાડી લઈને નાસી છૂટ્યો હતો. અને ઇંગ્લિશ દારૂ ભરેલી પીકઅપ ગાડીના ચાલકે પીકઅપ ગાડીને લઈને ભાગવા જતા પોલીસે તેનો પીછો કર્યો હતો અને પોલીસે આ ગાડીને કોતરોમાંથી ઝડપી કાઢ્યો હતો.
પીકઅપ ગાડીમાંથી એક શખ્સ નાસી છૂટ્યો હતો. જ્યારે બીજા બે શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે પીકપ ગાડીમાં જોતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની ગણતરી કરતાં કુલ અત્રેથી 1272 બોટલો દારૂની મળી આવી હતી.
ઝડપાયેલા શખ્સોની પોલીસે પૂછપરછ કરતા તેમને પોતાનું નામ નિર્મલભાઈ પ્રવીણભાઈ બારીયા રહે અરેણીયા તા. ડભોઇ, જ્યારે બીજા શખ્સનું નામ મનીષભાઈ બાબુભાઈ હળપતિ રહે હરણગામ તા. ચીખલી હોવાનું જાણવા મળ્યું હતું.
આ દારૂ તેઓ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાનો છે તે બાબતે પોલીસે આખરી પૂછપરછ કરતા ઝડપાયેલા શખ્સો નિર્મલભાઈ પ્રવીણભાઈ બારીયા અને મનીષભાઈ બાબુભાઈ હળપતિએ જણાવ્યું હતુ કે આ દારૂનો જથ્થો અરણિયા ગામના દિનેશભાઇ શનાભાઈ બારીયાએ મંગાવ્યો હતો.
અલીરાજપુરના દારૂના વોન્ટેડ આરોપી વાસુ ભગવાન ઉર્ફ ભાગડા કનેશે દારૂ ભરીને લાવ્યો હતો. જોકે તે બંન્ને નાસી છૂટ્યા હતા. પિકઅપ ગાડીની કિંમત 300000 રૂપિયા, 3 મોબાઈલ ફોન 10500 રૂપિયા, રોકડા 1510 રૂપિયા, દારૂ કિંમત 182400 મળીને કુલ 494410 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.