ભાસ્કર વિશેષ:આપઘાતના વિચારોમાંથી મુકત કરાવતી છોટાઉદેપુરની 181 મહિલા હેલ્પ લાઇન

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.12ની વિદ્યાર્થિનીને મિત્ર સાથે ફરવા બાબતે માતા-પિતાએ ઠપકો આપ્યો હતો
  • વિદ્યાર્થિની આપઘાત કરવા તૈયાર થતાં તેની માતાએ અભયમને કોલ કરતાં અસરકારક કાઉન્સિલ કરાયું

જિલ્લાના એક ગામની બારમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને મિત્ર સાથે હરવા ફરવા બાબતે માતાપિતાએ ઠપકો આપતા તેણીએ આપઘાત કરવા તૈયાર થતાં તેની માતાએ 181મહિલા હેલ્પ લાઇનમા કોલ કરતા અભયમ રેસ્ક્યુ ટીમ છોટાઉદેપુર સ્થળ પર પહોંચી વિદ્યાર્થિનીનીનું અસરકારક કાઉન્સિલગ કરતા તે આપઘાતના વિચારોમાંથી મુકત કરાવી આગળ અભ્યાસમાં ઘ્યાન આપવાં સમજાવવામાં સફળ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ વિદ્યાર્થિનીને એક યુવક સાથે મિત્રતા હતી. યુવકે તેને લગ્ન કરવા દબાણ કરતા તેણીએ અભ્યાસ પૂરો કરે ત્યાં સુધી રાહ જોવા જણાવતાં યુવકે ગુસ્સામાં આવી તેને મારઝૂડ કરી હતી. આથી તેણીએ હવે પછી કોઇ મિત્રતા નહિ રહે તેમ જણાવી નીકળી ગયેલ. ત્યારબાદ યુવકે તેણીનો અવારનવાર સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતું વિદ્યાર્થિની કોઈ પ્રત્યુતર આપતી ના હોવાથી યુવક તેનાં ઘરે મળવા આવ્યો હતો. તે સમયે તે ઘરેના હોવાથી યુવકે તેના માતા-પિતા સાથે તેને મળવા જીદ કરી અને અપશબ્દો બોલી તેઓને અપમાનિત કર્યા હતા. વિદ્યાર્થિની ઘરે આવતાં આ બાબતને લઈને બોલાચાલી થયાં તેણીને લાગી આવતાં તે આપઘાત કરવા જતા ગભરાયેલ માતાએ 181 મહિલા હેલ્પ લાઇનમા કોલ કરી મદદ માગી હતી.

અભયમ ટીમ છોટાઉદેપુર તત્કાલિક સ્થળ પર પહોંચી તેણીને બચાવી લીધી હતી અને અસરકાર કાઉન્સિલગ કરી આપઘાતના કાયરતા પૂર્વકના વિચારોમાંથી મુકત કરી હતી અને આગળ અભ્યાસ કરી કારકિર્દી બનાવવા પ્રેરણા આપી હતી. અભયમ ટીમે યુવક પાસે માફી પત્ર લખાવ્યું હતું અને હવે પછી કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરવા તાકીદ કરી હતી. પરીવારે આગળ કોઈ કાર્યવાહી ના કરવાનું જણાવેલ અને ફરીથી યુવક આવશે તો આગળ પોલીસ કાર્યવાહી કરવાનું અભયમ ટીમને જણાવ્યુ હતું. આ મદદ બદલ ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...