તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:પરિણીતાની છેડતી કરનાર યુવકને પાઠ ભણાવતી 181 હેલ્પલાઈન

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાની તજવીજ કરતાં તેણે ભૂલ કબૂલી
  • હવે પછી આવી હરકત નહી કરું તેની ખાત્રી આપતાં સમાધાન કરાયું

પાવી જેતપુર પાસે ના ગામ માંથી એક પરણિતા નામે જિગીષાબેન (નામ બદલેલ છે)એ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે તેમના પાડોશી યુવાને તેમની છેડતી કરી હતી. જેથી અભયમ રેસ્ક્યુ ટીમ છોટાઉદેપુર તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને આ રીતે મહિલાને હેરાન કરવા એ ગુનો બંને છે તેઓને પોલીસ સ્ટેશન લઇ જવાની તજવીજ કરતા તેણે પોતાની ભૂલ કબૂલી હતી. હવે પછી આવી હરકત નહીં કરું તેની ખાત્રી આપતાં સમાધાન કરવામાં આવ્યું હતું.

જિગીષાબેનને એક બાળક છે. તેમના પતિ સાથે યુવકે મિત્રતા કેળવી કોઈ ને કોઈ બહાને ઘરમા આવી તેમની સાથે ખરાબ નજરથી જોતા અને લાગ મળતા અડપલાં કરતા હતા. જેથી તેનો વિરોધ કરતા પરંતુ તેમના પતિના ડરને કારણે તેમને જણાવતા ના હતા. જેથી યુવકની હિંમત વધી ગઇ હતી અને આડકતરી રીતે શારીરિક સંબંધો બાંધવા ઈશારા કરતો હતો.ગત રોજ જિગીષબેનના પતિ કામસર બહાર ગયા હતા. જેની ગેરહાજરીનો લાભ લઇ યુવક ઘરમા પેસી જઈ છેડતી કરી અને શારીરિક અડપલાં કરતા જિગીષબેને તેનો વિરોધ કરતા ઝપાઝપી થઇ હતી.

તેથી આજુબાજુના લોકો એકત્રિત થતા અભયમની મદદ માટે કોઈએ જણાવતા 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અભયમ રેસ્ક્યુ ટીમ છોટાઉદેપુર ઉદેપુરે યુવકને ઝડપી પડ્યો હતો અને આવી હરકત બદલ પોલીસ કાર્યવાહી કરવાનું જણાવતા યુવકે કાકલુદી કરી માફી માંગી હતી. જેથી જિગીષાબેન અને તેમના પતિએ તેમને માફ કરતા લેખિત સમાધાન કરવામાં આવ્યું હતું. અભયમ ટીમે યુવકને તાકીદ કરતા હવે પછી આવું કૃત્ય ના કરવા કડક શબ્દોમા જણાવ્યું હતું. જિગીષબેન અને તેમના પતિએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...