કામગીરી:દીકરાથી ત્રસ્ત મહિલાની મદદે આવી 181 છોટાઉદેપુર મહિલા હેલ્પલાઈન

સંખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરો રોજ વ્યસન કરીને આવી પરિવારને હેરાન કરતાં મહિલાએ અભયમમાં મદદ માગી

બોડેલી પાસેના એક ગામનો 19 વર્ષનો દીકરો રોજ રોજ પરીવારને હેરાન કરતા ત્રાસી ગયેલા માતાએ આખરી ઉપાય તરીકે 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી મદદ માગતા અભયમ રેસ્કયું ટીમ છોટાઉદેપુર સ્થળ પર પહોંચી દીકરાને ફરજનું ભાન કરાવતા તેણે પોતાની ભૂલ કબૂલી હતી. અને હવે પછી આવું વર્તન કરી પરિવારને હેરાન નહિ કરું જેની ખાતરી આપતાં પારિવારિક કલહ બંધ થયો હતો. મળતી માહિતી મુજબ બોડેલી નજીકના એક ગામમાંથી પીડિત મહિલાનો કોલ આવેલ કે તેમનો દીકરો રોજ વ્યસન કરીને આવે છે અને તેમને અને તેમના પતિને ગમે તેમ અપશબ્દો બોલી મારપીટ કરે છે.

તેમજ ઘરમાં ધમાલ કરી ઘરના સામાનને નુકસાન પહોંચાડે છે. તેમજ તેમની દિકરીને મારી નાખવાની ધમકી આપે છે. તેમજ પીડિત મહિલા અને તેમના પતિને ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી આપતા પીડિત મહિલાએ પોતાના સ્વ બચાવવા માટે ઘરમાંથી બહાર નીકળી જઇ 181 મહિલા હેલ્પ લાઈનમા કોલ કર્યો હતો. છોટાઉદેપુર 181 અભયમ ટીમ તાત્કાલિક આપેલ સરનામા પર પહોંચી મહિલના દીકરાનું કાઉન્સેલિંગ દ્વારા વાતચીત કરી સમજાવેલ અને તેને માતા પિતા પ્રત્યે એક દીકરા તરીકેની જવાબદારીનું ભાન કરાવ્યું હતું.

તેમજ કાયદાકીય માહિતી આપી કાયદાની સમજ આપી હતી કે આ રીતે વ્યસન કરી પરીવારને હેરાન કરવોએ ગુનો બને છે. જેમાં આમ દીકરાને સમજાવતા અને પોતાની ભૂલનું ભાન થતાં માતા-પિતાને માફી માંગી અને પોતે વ્યસન ન કરવા તેમજ માતા પિતાને હેરાનગતિ ન કરવા બાહેધરી પત્ર આપી અને પોતે સુખ શાંતિથી રહેવા અને માતા પિતાનું તેમજ બહેન પ્રત્યેની જવાબદારીનું ધ્યાન રાખવા જણાવેલ હતું. આમ પીડીત મહિલાએ પોતાના દીકરાને પોતાની ભૂલનો અફસોસ થતાં અને ફરી આવી ભૂલ ન કરવાનું જણાવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...