ભાસ્કર વિશેષ:ખેતરમાં ચારો લેવા ગયેલી સગીરાની યુવક દ્વારા છેડતી કરતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન મદદે આવી

સંખેડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાની દીકરીને ગામના યુવકે છેતડી કરી, મહિલાએ બૂમો પાડતા યુવાન ભાગી ગયો
  • 181ની ટીમે​​​​​​​ પરિણીતા-દીકરીને પોલીસ સ્ટેશન પહોંચાડી યુવક સામે ફરિયાદ નોંધાવી

છોટાઉદેપુર પાસેના ગામમાંથી એક પરણિતાનો 181 મહિલા હેલ્પમા કોલ આવેલ કે તેમની દીકરીને ગામના એક યુવકે છેડતી કરી છે. જેથી અભયમ રેસ્કયું ટીમ છોટાઉદેપુર તાત્કાલિક સ્થળ પર પહોંચી પરણિતા અને તેમની દીકરીને મળતા તેઓએ હકીકત જણાવી હતી અને હવે પણ તેઓને ડર લાગે છે. તેઓને રક્ષણ મળી રહે તેમ જણાવતા અભયમ ટીમે તેમને પોલીસ સ્ટેશન પહોંચાડી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેડતી થયેલ કિશોરીએ અભયમની મદદ માંગી છોટાઉડેપુરના એક ગામમા યુવાન દ્વારા 15 વર્ષની કિશોરીની છેડતી કરેલ હતી. માહિતિ મુજબ કિશોરી ચારો લેવા માટે ખેતરે જતી હતી.

એ સમયે યુવાને કિશોરીને રોકી એની સાથે નાની બહેન હતી એને ત્યાંથી ભાગી જાવાની ધમકી આપી. બાદમાં કિશોરીને પકડી તેના કપડાં ફાડી નાખ્યા હતા. એટલામાં નાની બહેને એની મમ્મીને જાણ કરવાથી એની મમ્મી ત્યાં આવીને બુમો પાડવાથી યુવાન ત્યાંથી ભાગી ગયો હતો. એની મમ્મીને જાણ થતાં જ અભયમની મદદ માંગી હતી. ટીમ સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં યુવાન તેના ઘરેથી પણ ભાગી ગયો હતો.

જેથી કિશોરી તેમજ તેના ઘરના સભ્યોને વાતચીત કરી બીજીવાર યુવાન આવુ કૃત્ય ના કરે એ માટે છોટાઉદેપુર પોલિસ સ્ટેશન અરજી અપાવેલ છે.સગીરાએ બનાવની જાણ અભયમને કરી હતી. ફરીથી આ રીતે હેરાન કરે નહિ તે માટે આગળની કાર્યવાહી માટે મદદ માગી હતી. અભયમ તેમને આશ્વાસન આપી કાયદાકીય રક્ષણ મળી રહે તે માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમા યુવક વિરુદ્ધ ફરિયાદ અપાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...