સમસ્યા:ST વિભાગમાં 178 ડ્રાઇવરો અને 159 કંડક્ટરની ઘટ, સંખેડાથી અંબાજી, ડાકોર, સુરત નવીન બસ શરૂ કરાઈ નથી

સંખેડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંખેડાથી લાંબા અંતર તેમજ ધાર્મિક સ્થળોને જોડતી એસ.ટી. બસની સુવિધા નથી. એક કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવીન એસ.ટી. બસ સ્ટેંડ સંખેડામાં બનાવવામાં આવ્યું પણ એસ.ટી. બસની પૂરતી સુવિધા ફાળવવામાં એસ.ટી. નિગમ દ્વારા ઠાગાઠૈયા કરાય છે. સંખેડાને નવિન એસ.ટી. બસના રૂટ કદાચ ન ફળવાતા હોય તો બોડેલી, પાવી જેતપુર, છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાંથી નિકળતીબસને વાયા સંખેડા કરી દેવાય તો સંખેડા સહિત આસપાસના લોકોને એસ.ટી. બસની સુવિધાનો લાભ મળી શકે.

સંખેડાને એસ.ટી. બસના રૂટ મળે ખાસ કરીને અંબાજી, ડાકોર અને સુરતને જોડતી બસની સુવિધા મળે એ માટે સંખેડાના વકિલ જયેશભાઇ રોયે મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યને લેખિત રજુઆત કરી હતી. જે બાબતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વડોદરા વિભાગે જણાવ્યું હતું કે, 15 વર્ષ અગાઉ સંખેડા-અંબાજી તેમજ ડાકોરના રૂટ અમલમાં હતા.

પરંતુ પુરતા મુસાફરો ન મળતા હોવાથી પોસણક્ષમ આવક ન મળતી હોઇ રદ્દ કરીને નવીન વિદ્યાર્થી શિડ્યુલ શરૂ કરાયા છે. તેમજ હાલમાં વિભાગના શીડ્યુલ માળખામાં સંખેડાથી અંબાજી, ડાકોર, સુરત નવીન શિડ્યુલ શરૂ કરવાની થતી હોઇ અને હાલમાં 178 ડ્રાઇવરો અને 159 કંડક્ટરની ઘટ હોઇ તેમજ સ્થાનિક વિદ્યાર્થી શિડ્યુલ ચલાવવા જરુરી હોઇ શરૂ કરવામાં આવેલા નથી. ઘટ પૂર્ણ થતા શરૂ કરવામાં આવશે એમ જણવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...