વૃક્ષોનું નિકંદન:સંખેડા ગામ ખાતે બહાદરપુર રોડ પરથી સરકારી કર્મચારીઓના ક્વાર્ટર નજીકથી 14 વૃક્ષો કપાયાં

સંખેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડા બહાદરપુર રોડ પરથી સરકારી કર્મચારીઓના ક્વાર્ટર નજીકથી 14 લીલાછમ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. - Divya Bhaskar
સંખેડા બહાદરપુર રોડ પરથી સરકારી કર્મચારીઓના ક્વાર્ટર નજીકથી 14 લીલાછમ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા.
  • ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં રિપોર્ટ કરાયો

સંખેડા ગામમાં બહાદરપુર રોડ ઉપર આવેલ સરકારી ક્વાર્ટર નજીથી 14 જેટલા લીલાછમ વૃક્ષોનું નિકંદન નિકળ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં રિપોર્ટ કરાયો હતો. ચોમાસામાં પણ વૃક્ષ છેદન પ્રવૃતિ બેફામ બની છે.સંખેડા ખાતે બહાદરપુર રોડ ઉપર આવેલા સરકારી કર્મચારીઓના ક્વાર્ટર નજીકથી શનિવારે ધોળા દાડે 14 જેટલા લીલાછમ વૃક્ષોનું છેદન થયું છે.

સંખેડા ગ્રામ પંચાયતને આ બાબતેની જાણ થતા આ બાબતે સોમવારે ગ્રામ પંચાયત દ્વારા આ બાબતેનો રિપોર્ટ સંખેડા તા.પં. કચેરી અને મામલતદાર કચેરીમાં અપાયો હોવાનું તલાટી હરેશભાઇ આહીરે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,‘આ ઝાડ ગ્રામ પંચાયતના હતા. નાના-મોટા મળીને 14 ઝાડ કપાયા છે, જેની ગણતરી કરવામાં આવી છે. આ બાબતે પંચક્યાસ પણ કરાયો છે.’

અત્રે ઉલ્લેખનિય છે કે ચોમાસામાં જંગલખાતું પણ વૃક્ષો કાપવા માટે પરવાનગી આપતી નથી. અહિયા તો ધોળા દિવસે જ બેફામ બનેલા ‘પુષ્પા’ દ્વારા લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું છે. પંચાયત દ્વારા રિપોર્ટ કરાયો પણ હવે જંગલખાતા દ્વારા આ બાબતે કાર્યવાહી કરીને વૃક્ષછેદન કરનારાઓને પકડીને કાર્યવાહી કરશે કે કેમ?

અન્ય સમાચારો પણ છે...