તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાયત ચૂંટણી:સંખેડા તાલુકા પંચાયત માટે 14, જિલ્લા પંચાયતની ખુનવાડ બેઠક માટે 2 ફોર્મ ભરાયાં

સંખેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસ અને BSPના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા
 • શુક્રવારે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરે તેવી શક્યતા

સંખેડા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ગુરુવારે વધુ 14 ઉમેદવારીપત્ર અને ખુનવાડ જિલ્લા પંચાયતની બેઠક માટે 2 ઉમેદવારીપત્ર ભરાયા હતા. ભાજપ દ્વારા શુક્રવારે ઉમેદવારીપત્ર ભરવામાં આવશે. ગુરુવારે તાલુકા પંચાયતના ભરાયેલા ઉમેદવારી પત્રોમાં કોંગ્રેસ અને બી.એસ.પી. દ્વારા ઉમેદવારીપત્ર ભરાયા હતા.સંખેડા તાલુકા પંચાયતની તા.28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી માટે ગુરુવારે અમાસના દિવસે પણ ઉમેદવારીપત્રો ભરવા માટે ઉમેદવારો ઉમટ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર સંખેડા તાલુકા પંચાયતની વડેલી, રામપુરા, ગુંડિચા, વાસણા, ધોળી, બોરતલાવ અને માલુ બેઠક માટે એક-એક ઉમેદવારીપત્ર ભરાયું છે.

જ્યારે સંખેડા-1 અને માંજરોલ બેઠક માટે બે-બે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે. જ્યારે સંખેડા-2 બેઠક માટે ત્રણ ઉમેદવારીપત્ર ભરાયા છે. તાલુકા પંચાયત માટે જેટલા પણ ઉમેદવારીપત્ર આજે ભરાયા છે એ ઉમેદવારીપત્ર કોંગ્રેસ અને બી.એસ.પી.ના ઉમેદવારો દ્વારા ભરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની માત્ર ખુનવાડ બેઠક માટે બે ઉમેદવારીપત્ર ભરાયા છે.

આ બન્ને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા છે. સંખેડા તાલુકા ભાજપના સૂત્રોના જણાવ્યાનુસાર તાલુકા ભાજપના ઉમેદવારો અને જિલ્લા પંચાયતના ઉમેદવારો મોટાભાગે શુક્રવારે ઉમેદવારીપત્ર ભરી શકે છે. જોકે મેંડેટ તા.13મી આપવામાં આવી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો