તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:બહાદરપુર PHCમાં 139ને કોરોના પ્રતિરોધક રસી મૂકાઈ

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકાતું હતું

સંખેડા તાલુકાના બહાદરપુર અને ભાટપુર ગામે રવિવારથી 18થી 44 વરસના વ્યક્તિઓને કોરોના પ્રતિરોધક રસી મુકવાનો આરંભ થયો છે. સવારથી જ આ બંન્ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર રજિસ્ટ્રેશન કરાવેલ વ્યક્તિઓ તેમજ જેમણે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય એવી વ્યક્તિઓને આરોગ્ય કેન્દ્ર પાસે આરોગ્ય વિભાગ દ્વારા અલાયદી સુવિધા કરાઈ હતી. સ્થળ ઉપર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકાતું હતું. એવા કેટલાય હતા જેમને આરોગ્ય વિભાગના કર્મચારીઓ મદદરૂપ બનીને રજિસ્ટ્રેશન કરી આપતા હતા.

સંખેડા ટીઓચઓ અધિકારી ડૉ. વૈશાલીબેન પરમારના જણાવ્યા મુજબ ભાટપુર PHCમાં 18થી 44 વર્ષની વયની 101 વ્યક્તિઓ અને બહાદરપુર PHCમાં 18થી 44 વર્ષની વયની 38 વ્યક્તિઓને કોરોના પ્રતિરોધક રસી મુકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...