સોમવારથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે સંખેડા તાલુકાના ટીંબા ગામે આવેલા કુમાર અને કન્યા આ બંને છાત્રાલયમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને હજી સુધી રાખવા માટેની મંજૂરી અપાઈ નથી. ઉપરથી મંજૂરી ન આવતાં કુલ 13 વિદ્યાર્થીઓ આવ્યા નથી. ત્યારે વિદ્યાર્થીઓ કેવી રીતે પરીક્ષા આપશે એ યક્ષપ્રશ્ન છે.
સંખેડા તાલુકાના ટીંબા ગામે કુમાર અને કન્યા બંને છાત્રાલય આવેલા છે. વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ દ્વારા સંચાલિત શ્રી રામકૃષ્ણ કુમાર છાત્રાલય અને શ્રી રાધા કન્યા છાત્રાલયમાં બહારથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આવીને રહે છે અને અત્રેની શાળામાં અભ્યાસ કરે છે. આ છાત્રાલય આદિજાતિ વિભાગની કચેરીના તાબામાં આવે છે. કુમાર છાત્રાલયમાં ધોરણ 6 થી 8 ના કુલ છ બાળકો તેમજ કન્યા છાત્રાલયમાં ધોરણ 6 થી 8 ની કુલ 7 વિદ્યાર્થિનીઓને પ્રવેશ અપાયેલ છે.
પરંતુ શાળાઓ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી આ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને રહેવા માટેની સુવિધા પૂરી પાડવા માટે આદિજાતિ વિભાગ દ્વારા મંજૂરી ન અપાઇ હોવાથી બંને છાત્રાલયમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને હજી સુધી રખાયા નથી. સોમવારથી પરીક્ષાઓ શરૂ થાય છે ત્યારે આ 13 વિદ્યાર્થીઓના ભાવિનું શું એ એક યક્ષ પ્રશ્ન છે.
સરકારે મંજૂરી જ નથી આપી
સરકારે મંજૂરી જ નથી આપી. બધા વિભાગોમાં મંજૂરી આપી છે. પણ આદિજાતિ વિભાગમાં મંજૂરી આપી નથી. કેમ મંજૂરી નથીઆપતા એ તો ખબર નહીં. હવે જો એમને રાખીએ તો એમની નિભાવ ગ્રાન્ટ ન આપે. > અનિરુદ્ધભાઈ પટેલ, પ્રમુખ, વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.