પાંખી હાજરી:છોટાઉદેપુરની 1251 સરકારી શાળા શરૂ, પ્રથમ દિવસે 29.48% જ હાજરી

સંખેડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પહેલા દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી. - Divya Bhaskar
પહેલા દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી.
  • છાત્રોની સૌથી વધુ હાજરી સંખેડા તાલુકામાં 39.11% નોંધાઈ
  • સૌથી ઓછી હાજરી નસવાડી તાલુકામાં 25.24% જોવા મળી

છોટાઉદેપુર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં નવા બીજા સત્રના પહેલા દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 29.48 ટકા રહી હતી. માધ્યમિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.21 દિવસના દિવાળી વેકેશન બાદ શાળાઓના બીજા સત્રનો ગુરુવારથી શુભારંભ થયો છે. ધોરણ 10 અને 12 માટે આ બીજું સત્ર ખૂબ જ મહત્વનું છે. આ સત્રમાં બોર્ડની પરીક્ષાઓ આવશે. જેથી વિદ્યાર્થીઓને સતત અભ્યાસ કરવો પડશે. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત કુલ 1251 પ્રાથમિક શાળાઓ આવેલી છે.

આ સિવાય બિન સરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ પણ 100થી વધુ છે. શાળાઓ શરૂ થવાના પહેલા જ દિવસે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખીને શાળાઓમાં પહોંચી ગયા હતા. જોકે વિદ્યાર્થીઓની ઓછી હાજરી વચ્ચે પણ શાળાઓમાં નવા સત્રના પહેલા જ દિવસથી અભ્યાસક્રમ શરૂ કરી દેવાયો હતો.

જિલ્લાની જિ.પં. ની શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં બીજા સત્રના પહેલા દિવસે 29.48 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાંજે 4:30 વાગ્યા સુધીની નોંધાઈ હતી. સૌથી વધુ હાજરી સંખેડા તાલુકામાં 39.11 ટકા અને સૌથી ઓછી હાજરી નસવાડી તાલુકામાં 25.24 ટકા નોંધાઈ છે.

નસવાડીમાં શાળાઓમાં શિક્ષકોની 80%, બાળકોની 13% જ હાજરી!
નસવાડી તાલુકાની 285 શાળાઓમાં બીજું સત્ર શરૂ થયું. જેના પહેલા દિવસે શાળામાં બાળકોની હાજરી નહીંવત રહી હતી. તાલુકામાં 1થી 12 ધોરણની શાળામાં 24 હજારથી વધુ બાળકોની સંખ્યા છે. જેમાં પહેલા દિવસે ઓનલાઇન હાજરી ફક્ત 3 હજારથી વધુ બાળકોની હતી. જ્યારે શિક્ષકોમાં 80%થી વધુ હાજરી જોવા મળી હતી. નસવાડીની મુખ્ય કુમાર શાળામાં ફક્ત એક બાળક હાજર હતો જેને શિક્ષકોએ ભણાવ્યો હતો.

છોટાઉદેપુરના વિવિધ તાલુકાઓમાં પ્રથમ દિવસે સાંજે 4:30 સુધીમાં છાત્રોની હાજરી

તાલુકોકુલ વિદ્યાર્થીઓહાજર વિદ્યાર્થીઓટકાવારી
બોડેલી16750556933.25
છોટાઉદેપુર25023676327.03
જેતપુર પાવી18870495426.25
કવાંટ22945710330.96
નસવાડી15108381425.24
સંખેડા9275362739.11
અન્ય સમાચારો પણ છે...