બરોડા ડેરીની બીજી મોટી ભેટ:છોટાઉદેપુરના અલ્હાદપુરા શીત કેન્દ્રમાં 120 કરોડનો મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત કરાશે

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અલ્હાદપુરા શીત કેન્દ્ર ખાતે નવીન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું 20મીએ ઉદઘાટન થશે. - Divya Bhaskar
અલ્હાદપુરા શીત કેન્દ્ર ખાતે નવીન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું 20મીએ ઉદઘાટન થશે.
  • સી.આર. પાટીલના હસ્તે 20મીના રોજ પ્લાન્ટ ખુલ્લો મૂકવામાં આવશે
  • ઓક્સિજન પ્લાન્ટ બાદ છોટાઉદેપુર જિલ્લાને બરોડા ડેરીની બીજી મોટી ભેટ

બોડેલી તાલુકાના અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે 120 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે થશે. ઓક્સિજન પ્લાન્ટ બાદ હવે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ બરોડા ડેરીની છોટાઉદેપુર જિલ્લાની આ બીજી સૌથી મોટી ભેટ છે. બોડેલી નજીક અલ્હાદપુરા ખાતે બરોડા ડેરીનું દૂધ શીત કેન્દ્ર છે. આ દૂધ શીત કેન્દ્ર ખાતે નવીન પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર થાય છે. જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલના હસ્તે તા.20મીના રોજ થનાર છે.

મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ નવીન તૈયાર થયો છે. તેની ખાસિયત અને તેના થકી થનાર ફાયદા અંગે માહિતી આપતા બરોડા ડેરીના વાઇસ ચેરમેન જી.બી.સોલંકીએ જણાવ્યું હતું કે બરોડા ડેરીની પ્રોસેસિંગ ક્ષમતા 8 લાખ લિટરની છે. નવી 3.5 લાખ લિટર પ્રતિ દિન પ્રોસેસ કરી શકાય એટલી ક્ષમતા અહીંયા ઊભી થશે. લગભગ અઢી લાખ લિટર દૂધ અહીં પેકિંગ થઈ શકશે.દૂધ ચિલિંગ કરવાની ક્ષમતા અત્યારે 20 કલાક ચલાવીએ તો પાચ લાખ લિટર દૂધ ઠંડું થઇ શકશે.

વડોદરા શહેરમાં હવે મર્યાદા આવી ગઈ છે ત્યાં વિસ્તરણ થઇ શકે એમ નથી. એટલે પ્રોસેસિંગ કેપેસિટી અહીંયા વધી છે.​​​​​​​ બરોડા ડેરીમાં પીક સિઝનમાં લગભગ સાત લાખ લિટર દૂધ આવે છે. આવનારા દિવસોમાં અહીં ડેરીમાં દસ લાખ લિટર દૂધની આવક થાય એ પહેલાં આપણું આયોજન હોવું જોઈએ. એટલે બરોડા ડેરીમાં દૂધ ઉત્પાદન વધે એ પહેલાં પાણી પહેલાં પાળ બાંધવા આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે.

દૂધના પાઉડરનો પ્લાન્ટ ઉભો કરી શકાશે
અહીંયા ભવિષ્યમાં દૂધના પાઉડરનો પ્લાન્ટ પણ કરવો હોય તો એની જોગવાઈ આ પ્લાન્ટની બિલકુલ બાજુમાં કરી રાખી છે. તેનું આયોજન કરાઇ રહ્યું છે. એટલે દૂધનો પુરવઠો વધે એ સંજોગોમાં અહીંયા પાઉડર પ્લાન્ટ પણ ઉભો કરી શકાશે.

30થી 35 હજાર લિટર દૂધ અહીં પેક થશે
દૂધ સંજીવની યોજના કોરોનાને લીધે બંધ છે પણ દૂધ સંજીવનીનું 30થી 35 હજાર લિટર દૂધ અહીં પેક થશે. આ વિસ્તારમાં અહીં પેક થઈ ઠંડુ થઇ શકશે. જેથી વડોદરાથી છોટાઉદેપુર જિલ્લાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે અને ઝડપથી આ વિસ્તારમાં સેવા આપી શકાશે.

બરોડા ડેરીનો આ પૂરક પ્લાન્ટ, પ્રોસેસિંગ અને પેકિંગ બંને અહીં થશે
અલ્હાદપુરાનો આ પ્લાન્ટ એ સ્ટેન્ડ બાય પ્લાન થઈ ગયો છે. બરોડા ડેરીમાં જે પ્લાન્ટ ચાલે છે તેમાં કોઈપણ મેન્ટેનન્સનું કામ હોય તો શટડાઉન લઇ શકાશે. અહીંયા પ્રોસેસ કરી દૂધનો પુરવઠો સપ્લાય માટે જાળવી શકાશે એટલે આમ તો બરોડા ડેરીનો પ્લાન્ટ જ છે. અહીંયા ખાલી ચિલિંગની સુવિધા હતી પણ એના બદલે હવે પ્રોસેસિંગ અને પેકિંગ બંને સુવિધા થઇ છે.

અન્ય સમાચારો પણ છે...