તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોડાસર-અજારીમાંથી જુગાર રમતાં 12 ઝડપાયા, એલસીબી પોલીસે રૂપિયા 2,15,070નો મુદ્દામાલ જપ્ત કર્યો, પતરાંના શેડ નીચે જુગાર ચાલતો હતો

સંખેડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવી જિલ્લામાં ખાનગી રાહે બાતમી હકીકતો મેળવી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કામગીરી કરવા જણાવેલું. જે સંબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો બોડેલી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલી કે મોડાસર તથા અજારી ગામની સીમમાં ભરતભાઇ ઇશ્વરભાઇ બારીયાનાઓના કુવાની ઓરડીની આગળના ભાગે પતરાના શેડ નીચે કેટલાક ઇસમો નાણાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે

જે બાતમી આધારે જુગારની પ્રવૃતિ ચાલતી હતી ત્યાં રેઇડ કરતા કુલ 12 ઇસમોને પત્તા-પાના તથા રુપિયા સાથે સ્થળ ઉપર જ પકડી પાડી બોડેલી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 તથા ઇ.પી.કો કલમ-188, 269 તથા એપેડમીક ડીસીઝ એકટ 1897ની કલમ 3 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 2005ની કલમ 51(બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે.

જુગારમાંથી પકડાયેલો વિવિધ મુદ્દામાલ
દાવ ઉપરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા રૂ.24,570, મોટર સાયકલ નંગ 7 રૂપિયા 1,75,000, મોબાઇલ નંગ10 રૂ.15,500,પાથરણાની કિ.રૂ.100 મળીને કુલ રૂપિયા 2,15,070નો મુદ્દામાલ ઝડપાયો હતો.

પકડાયેલ આરોપીઓના નામ નીચે મુજબ
(1) મનહરભાઇ રમેશભાઇ તડવી, (2) વિજયકુમાર ઇશ્વરભાઇ બારીયા, (3) વાઘજીભાઇ વરશનભાઇ તડવી, (4) પ્રકાશભાઇ ગજેન્દ્રભાઇ બારીયા, (5) અમિતભાઇ કિરણભાઇ બારીયા, (6) સુનિલભાઇ મુકેશભાઇ બારીયા, (7) રણજીભાઇ ઇશ્વરભાઇ બારીયા, (8) સુભાષભાઇ ગણપતભાઇ બારીયા, (9) પંકજભાઇ બાબુભાઇ બારીયા, (10) ધરમભાઇ મગનભાઇ બારીયા, (11) ભરતભાઇ ઇશ્વરભાઇ બારીયા અને (12) મનોજભાઇ રતનભાઇ બારીયા તમામ રહે.મોડાસર તા.બોડેલી જી.છોટાઉદેપુરના છે.

અન્ય સમાચારો પણ છે...