તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:કાળી તલાવડી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ફૂડ સિક્યોરિટીના રૂા.1.12 લાખની ઉચાપત

સંખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનાજ પણ બારોબાર વગે કર્યો હોવા બાબતે અરજી મળી
  • બાળકોના ખાતામાં રૂપિયા નાખ્યા વગર ઉપાડી લીધાની રાવ

સંખેડા તાલુકાની કાળી તલાવડી પ્રાથમિક શાળાના આચાર્યે 9 તબકકાના ફૂડ સિક્યોરીટીની રકમ બાળકોના ખાતામાં નાખ્યા વગર સેલ્ફ ઉપાડી ઉચાપત કરી હોવા અને અનાજ પણ બારોબર વગે કરેલ હોવા બાબતે અરજી થતા નાયબ મામલતદાર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

પ્રાથમિક શાળાના શિક્ષક વિરુદ્ધ ખત્રી રફીક સુલેમાને અરજી કરેલી અરજી મુજબ સંખેડા તાલુકાની કાળીતલાવડી સરકારી નિશાળ ઘોરણ 1 થી 8 ની આવેલી છે. શાળાના આચાર્ય તરીકે સુનિલકુમાર ઠાકર ફરજ બજાવતા હતા. લોક ડાઉનના સમયગાળા દરમિયાન સરકારના આદેશથી અને સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસના ચુકાદા મુજબ ગુજરાત સરકાર દ્વારા શાળા બંધ રહેવાના દિવસો દરમિયાનની ફૂડ સિક્યોરિટીની રકમ બાળકોના અથવા વાલીના ખાતામાં જ જમા કરવા આદેશો થયા હતા.

તમારી કચેરી દ્વારા ગ્રાન્ટ છોટાઉદેપુર જિલ્લાને મોકલી જિલ્લા દ્વારા સંખેડા તાલુકાના મામલતદારને મોકલી બાદ કાળી તલાવડી શાળાને 9 તબક્કામાં બાળકોને આપવાની ફૂડ સિક્યોરીટીની રકમ અત્યાર સુધી વિવિધ તબક્કામાં ગ્રાન્ટ ફાળવાઇ છે. કુલ રૂપિયા 1,12,080 ફાળવેલ હતા. દરમિયાન કાળી તલાવડી પ્રાથમિક શાળાના આચાર્ય સુનિલકુમાર માર્ચ 2020 થી આજદિન સુધી 9 તબક્કાના પૈસા બાળકોના ખાતામાં જમા ન કરી પોતે ભ્રષ્ટાચાર કરીને ચાઉં કરી ગયા છે. અને પોતે સેલ્ફ ચેકથી સદર ફૂડ સિક્યોરિટીના તમામ 1 વર્ષના કુલ રૂા.1,12,080ની માતબર રકમ અંગત કામ અર્થે વાપરી નાખ્યા છે.

કુલ 9 તબક્કાની ગ્રાન્ટ બાળકોના ખાતામાં જમા કરવાના હેતુસર શાળાની SMC ને ફાળવેલ હતી. જેની સામે જપ્ત કરવામાં આવે તો બેંક પાસબુક અને સ્ટેટમેન્ટ આધારે ઘણી બધી માહિતી બહાર આવે એમ છે.

તાલુકા પ્રા. શિક્ષણાધિકારીએ ફોન ઉપાડ્યો નહીં
કાળી તલાવડી પ્રાથમિક શાળાના તત્કાલીન મુ.શી.સુનિલભાઈ ઠાકર વિરુદ્ધ થયેલી અરજી બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞેશભાઈ પણ ગયા હતા. ત્યાં શુ અને કઈ કઈ બાબતોની તપાસ થઈ એ બાબતે એમને પૂછવા માટે 3 વખત તેમના મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો હતો. પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો નહોતો.

2 દિવસમાં અહેવાલ રજૂ થશે પછી વિગતો આપી શકાશે
કાળી તલાવડી પ્રાથમિક શાળાની અરજી બાબતે બે નાયબ મામલતદાર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તપાસ કરવા માટે ગયા હતા. 2 દિવસમાં આ અંગેનો અહેવાલ રજુ થશે પછી વિગતો આપી શકાશે. > કે.પી.પંડવાળા, મામલતદાર, સંખેડા

​​​​​​​મારી સામે રાજકીય કારણોસર આક્ષેપ કરાયા છે
મારી સામે રાજકીય કારણોસર આક્ષેપ કરાયા છે. વિદ્યાર્થીઓના બહાદરપુર બીઓબી અને પોસ્ટ ઓફિસમાં, ગામડીમાં ગ્રામીણ બેંકમાં અને માંજરોલ એસ.બી.આઇ.માં ખાતા છે. એમાંથી કેટલાયના ખાતામાં પૈસા જમા થાય તો મિનિમમ બેલેન્સ ના હોવાથી પૈસા કપાઈ જાય એમ હોવાથી સરપંચ અને વાલીઓ સાથે મીટિંગ કરીને રોકડા પૈસા આપવાનું નક્કી કર્યું હતું. એસ.એમ.સી.માં તેનો ઠરાવ પણ કર્યો હતો. પૈસા આપ્યાની સહી પણ કરાવી હતી. અનાજ પણ આપેલું છે. એના ફોટા પણ મેં આજે બતાડયા હતા. > સુનિલભાઈ ઠાકર, કાળી તલાવડી, પ્રા.શાળાના તત્કાલીન મુ.શિ.

અન્ય સમાચારો પણ છે...