તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સંખેડાના 121 ગામોમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી સંપન્ન, તાલુકામાં અત્યાર સુધી 93410 લોકોને કોરોના રસી અપાઇ

સંખેડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના ભાટપુર પીએચસીમાં 100 ટકા વેક્સિનેશન થયું

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં અત્યાર સુધી 93410 લોકોને કોરોના રસી અપાઇ છે. 63352 લોકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ અને 30058 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ મહાઅભિયાન જિલ્લામાં તા. 16 જાન્યુઆરી 2021થી શરૂ થયેલ હતું. જેમાં સૌપ્રથમ ફ્રન્ટલાઇન વર્કરોને આવરી લેવામાં આવેલ હતા. ત્યારબાદ તબક્કાવાર 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 45 વર્ષથી ઉપરના નાગરિકો અને હવે 18 વર્ષથી ઉપરના નાગરિકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

છોટાઉદેપુર જિલ્લાના માન. કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સતત માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ- સંખેડાના તમામ આરોગ્ય અધિકારી, આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા તાલુકામાં રસીકરણ કામગીરી કરવામાં આવી રહેલ છે. આજદિન સુધી સંખેડા તાલુકામાં પ્રથમ ડોઝની 91% અને બીજા ડોઝની 48% કામગીરી થયેલ છે. આ કામગીરીમાં પ્રાંત અધિકારી- બોડેલી તેમજ તાલુકાના અન્ય વિભાગોના અધિકારી, કર્મચારીઓ તાલુકા-ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ-આગેવાનો તરફથી ખુબજ સહકાર મળેલ છે.

જે થકી તાલુકાનું પ્રા.આ.કેન્દ્ર- ભાટપુરની પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી થયેલ છે. તાલુકાના કુલ 162 ગામ/ પેટા ગામોમાંથી 121 ગામોમાં 100% કામગીરી અને 30 ગામોમાં 90%થી વધુ કામગીરી થયેલ છે. આરોગ્ય ટીમ દ્વારા વિસ્તારના 18થી ઉપરના નાગરિકોનું 100% રસીકરણ માટેની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...