તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:સગીરા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ રાખનાર યુવકને 10 વર્ષની કેદ

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોડેલી પોસ્કો કોર્ટ દ્વારા પ્રથમ વખત સજાનો હુકમ કરાયો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના એક ગામેથી એક સગીરાને લાડી તરીકે રાખવા માટે પોતાની સાથે ભગાડી ગયેલા યુવકે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધ બાંધ્યો હતો. આ બાબતે પોલીસ ફરિયાદ થઇ હતી. આ અંગેનો કેસ બોડેલી પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને 10 વર્ષની કેદ અને 20 હજાર રૂપિયા દંડની સજાનો હુકમ કર્યો હતો. બોડેલી પોસ્કો કોર્ટ દ્વારા પ્રથમ વખત સજાનો હુકમ કરાયો.

કવાંટ તાલુકાના એક ગામેથી સગીરાને લાડી તરીકે રાખવા માટે મહેશભાઇ ચકુડીયાભાઇ રાઠવા ક્યાંક તેણીને લઇને જતો રહ્યો હતો. જેથી સગીરાના પિતા તથા તેના કુટુંબી મહેશભાઇ ચકુડીયા રાઠવાના ઘરે ગયા હતા પણ તે મળ્યો નહોતો. જે બાદ સગીરાના પિતાના એક સંબંધીએ જાણ કરી હતી કે સગીરા તેના ઘરે આવી છે. અને તેણીએ જણાવેલ કે મહેશ તેના ઘરે આવેલ અને લાડી તરીકે રાખવાનું જણાવી જો સાથે ન આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી તેની સાથે ગઇ હતી. બીજા દિવસે હળવદની બસમાં બેસાડી એક ગામે લઇ ગયો હતો અને તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. મહેશનો બાપ ચકુડીયાભાઇ અને પામસીંગભાઇએ પણ ધમકીઓ આપી હતી. આ બાબતે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુના સંદર્ભેનો કેસ બોડેલી પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલોને ગ્રાહ્ય રાખીને પોસ્કો કોર્ટ, બોડેલીના જજ જે.ટી.શાહે આરોપી મહેશ ચકુડીયા રાઠવાને 10 વર્ષની કેદ સાથે ₹20000 દંડનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...