તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:બહાદરપુર કપાસ ખરીદ સેન્ટર પર વાહનોની 1 કિમી લાંબી લાઈન લાગી

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 29થી 3 જાન્યુઆરી બહાદરપુર સેન્ટરમાં કપાસ ખરીદી બંધ રહેશે

સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે સોમવારે કપાસના વાહનો મોટી સંખ્યામાં આવી ગયા હતા. જોકે આજની ખરીદી બાદ સીસીઆઈ દ્વારા હવે તા.3થી જાન્યુઆરી સુધી ખરીદી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે સોમવારે મોટી સંખ્યામાં કપાસ વેચવા માટે ખેડૂતો ઉમટી પડ્યા હતા. એક કિલોમીટર કરતાં વધારે લાંબી લાઇન લાગી હતી. જોકે સોમવારે સીસીઆઇ દ્વારા આશરે માત્ર દોઢસો ગાંસડી કપાસની ખરીદીની મર્યાદા હતી. કેટલાક ખેડૂતો વહેલી સવારથી જ અહીંયા લાઈનમાં પોતાનો કપાસ વેચવા માટે ઊભા રહી ગયા હતા.

આટલી મોટી સંખ્યામાં કપાસ વેચવા માટે ખેડૂતો ઉમટી પડેલા હોય એક વખત સી.સી.આઇ.ના અધિકારીઓ તેમજ અત્રેના કર્મચારીઓ પણ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. જોકે કપાસની ખરીદી ચાલુ રહી હતી. પણ સોમવારે કપાસ ખરીદી બાદ સીસીઆઈ દ્વારા અત્રેની કચેરીના પ્રવેશ દ્વાર પાસે એક નોટિસ ચીપકાવાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે કપાસની ખરીદી તા.29 ડિસેમ્બરથી તા.3 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવશે. એ બાદ જ બહાદરપુર સેન્ટર ખાતે કપાસની ખરીદી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો