કૃષિ:પાવીજેતપુર ઓરસંગ નદીના પટમાં તરબૂચ-કાકડીની ખેતી

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેતીના રણમાં મહેનત કરવા કિસાનોએ કમરકસી

પાવીજેતપુર નજીક આવેલ ઓરસંગ નદીના પટમાં તરબૂચ અને કાકડીની ખેતી કરવા માટે કિસાનોએ કમર કશી છે. રેતીના રણમાં મહેનત ચાલુ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાય સમયથી કિસાનોને ખેતીમાં કોઇ ભલીવાર આવ્યો નથી. છેલ્લે છેલ્લે બે ત્રણ વખત માવઠા થઈ જતા તુવર, ડાંગર, કપાસના પાકને પણ ભારે નુકસાન થયું છે. જેથી કિસાનોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થયેલા કિસાનો ઓરસંગ નદીના રેતીના રણમાં પોતાનું કિસ્મત અજમાવવા તૈયાર થઈ ગયા છે. સામાન્ય રીતે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના નદીના પટમાંથી રેતીનો બહુ મોટા પાયે ધંધો થઈ રહ્યો છે. વર્ષોથી કિસાનો આ શિયાળાના સમયમાં ઓરસંગ નદીના પટમાં તરબૂચની ખેતી કરે છે. અને કાકડી જેવા રોકડિયા પાકની પણ ખેતી કરતા હોય છે.

છેલ્લા વર્ષોથી તરબૂચના પાકમાં ભલીવાર આવ્યો નથી. ત્યારે મોટાભાગે કિસાનો નદીના પટમાં પોતાનું કિસ્મત અજમાવવાનું છોડી દીધું છે. ત્યારે આવા સમયમાં પણ કેટલાક કિસાનો આજે પણ ઓરસંગ નદીના રેતીના પટમાં ક્યારા બનાવી તરબૂચ અને કાકડીના પાક માટેની પૂર્વ તૈયારી ચાલુ કરી દીધી છે. મોંઘા મુલનું ખાતર, બિયારણ લાવી તરબૂચની ખેતી કરાય છે . પરંતુ વાતાવરણનું કોઈ પણ ઠેકાણું ન હોવાના કારણે પાકેલો તરબૂચનો પાક પણ બેસી જાય છે. ત્યારે આવા સમયે કાકડી જેવા રોકડિયા પાક ઉપર આધાર રાખી કિસાનો તરબૂચની ખોટનું વળતર પૂરૂ કરે છે.

અન્ય સમાચારો પણ છે...