ભાસ્કર વિશેષ:વસનગઢ ગ્રામ પંચાયતની બેઠક અનુસૂચિત આદિજાતિ વર્ગની મહિલા માટે અનામત રખાઈ

પાવી જેતપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવીજેતપુર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
  • જેતપુર ગ્રામ પંચાયતની બેઠક બિન અનામત મહિલા માટે અનામત રખાઈ

પાવી જેતપુર તાલુકાની આગામી ડીસેમ્બરમાં યોજાનાર ચૂટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાવી જેતપુર તાલુકાની 57 ગ્રામ પંચાયતમાં સરપંચ તેમજ વોર્ડના સભ્યો માટે અનામત બેઠકો અંગેનું જાહેરનામું પ્રસીદ્ધ કરાયું છે. જેને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.

પાવી જેતપુર તાલુકાની 57 ગ્રામ પંચાયતની અનામત બેઠકોનું જાહેરનામું પ્રસીદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં 1 બેઠક અનુસૂચીત જાતી માટે અનામત, 23 બેઠક અનુસૂચીત આદીજાતી વર્ગની મહિલાઓ માટે અનામત અને 26 અનુસૂચીત આદીજાતી માટે, 3 બેઠક સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા માટે અને 3 સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે તેમજ 1 બેઠક બિન અનામત વર્ગની મહિલા માટે અનામત રાખવામા આવી છે.

આ જાહેરનામું જિલ્લા ચૂંટણી અધીકારી દ્વારા તા. 9 ઓક્ટોબર 2020ના રોજ પ્રસીદ્દ કરવામાં આવ્યું હતું. જેમાં બે ગ્રામ પંચાયતમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ જાહેરનામાં પ્રમાણે વસનગઢ બેઠક પર બિન અનામત મહિલા માટે અનામત જ્યારે જેતપુરમાં અનુસૂચીત આદીજાતી વર્ગની મહિલા માટે અનામત રાખવામા આવી હતી. જેને જિલ્લા ચૂંટણી અધીકારી દ્વારા તા. 21 જુન 2021ના રોજ સુધારા જાહેરનામું બહાર પાડીને વસનગઢ પંચાયતમાં અનુસૂચીત આદીજાતી વર્ગની મહિલા માટે જ્યારે જેતપુર પંચાયતમાં બિન અનામત મહિલા માટે અનામત રાખવામા આવી છે. આ જાહેરનામું બહાર પડતાની સાથે જ રાજકારણ ગરમાઈ ગયું છે અને સ્થાનિક લેવલે ચૂંટણી લડવા માંગતા મુરતીયાઓએ તૈયારી પણ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...