તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રી ગામેથી રાત્રિના બે બાઇકોની ઉઠાંતરી

પાવી જેતપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાંથી થતી બાઈક ચોરીને ઘટનાઓને કાબૂમાં લાવવા માગ

પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રી ગામે રહેતા મહેશભાઈ કંચનભાઈ ભંગી 9 ઓક્ટોબરના રાત્રિના ઘરે સાંજના જમી-પરવારીને પોતાની મોટરસાયકલ સ્ટેરીંગ લોક મારી ઘરના આંગણામાં મૂકી સૂઈ ગયા હતા. તેઓ 10 તારીખના રોજ સવારે છ વાગ્યે ઊઠીને કામે જવા માટે નીકળતા ત્યારે ઘર આંગણે મૂકેલી બાઈક ગાયબ થઈ ગયેલી જોતા ગભરાઈ ગયા હતા.

તાત્કાલિક આસપાસ તથા આજુબાજુના વિસ્તારમાં તેમજ બે ત્રણ દિવસ સુધી આજુબાજુ ગામડાઓમાં પણ તપાસ કરી હોવા છતાં ન મળતા 13 ઓક્ટોબરના રોજ પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે. તેજ દિવસે અણિયાદ્રી ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા સુભાષભાઈ નમલાભાઇ રાઠવાની મોટરસાયકલની પણ ઉઠાંતરી થઇ જવા પામી છે. આમ, પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રી ગામે થી રાત્રીના ઘર આંગણે સ્ટેરીંગ લોક મારીને મૂકેલી બે બાઇકની ઉઠાંતરી થવા પામી છે જેની કિંમત રૂ. 40,000 રૂપિયા આંકવામાં આવી છે. નગરના સ્થાને હવે ગામડામાં પણ બાઇકોની ચોરી ચાલુ થઈ જતા લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે પોલીસ તંત્ર વધુ સજાગ બની નગર તેમજ તાલુકાના ગામડાઓમાંથી બાઈક ચોરી થતી અટકાવે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો