તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:પાવી જેતપુરમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા

પાવી જેતપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક મહિલા પોલીસ અને TDO કોરોના સંક્રમિત થતાં બંને કોરોના સંક્રમિતોને હોમ ક્વોરન્ટાઈન કરાયાં

પાવી જેતપુરમાં કોરોનાના કેસમાં સતત વધી રહ્યા છે. ત્યારે મંગળવારે પાવી જેતપુરના ટીડીઓ સહિત વધુ બે જણ કોરોના સંક્રમિત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુરમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે આ કેસમાં વધુ બેનો વધારો થયો છે. આજે પાવી જેતપુર તાલુકા પંચાયતના ટીડીઓ અને એક મહિલા પોલીસ કર્મચારી સહિત વધુ બે જણા કોરોના સંક્રમિત થયા છે. આ બન્ને જણને હોમ ક્વોરોનાટાઈન કરાયા છે.

હાલ પાવી જેતપુરમાં કોરોના તાંડવ કરી રહ્યો છે અને લગભગ 15 જેટલા કેસ છેલ્લા 3 દિવસમાં જ નોંધાયા છે. અને આ આંકડો સતત વધી રહ્યો છે. જ્યારે પાવી જેતપુરમાં હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલના રિપોર્ટ કઢાવીને લગભગ 50 કરતા પણ વધુ કેસ હોવાની લોક ચર્ચા ચાલી રહી છે. ત્યારે પાવી જેતપુર નગર માટે આ ખૂબ જ ગંભીર બાબત છે.

પાવી જેતપુરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં જ ગ્રામ પંચાયત અને પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી સક્રિય બની છે. અને દુકાને દુકાને ફરીને લોકોને દરરોજ સમજાવી રહ્યા છે અને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. તેમ છતાં લોકોમા જાગૃતિનો અભાવ જોવા મળે છે જે ખૂબ ગંભીર બાબત છે.

અલીપુરા ચોકડી પર 76માંથી 26 રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં રોજ થતાં 75 જેટલા રેપિડ ટેસ્ટમાંથી 25 જેટલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. આ દર્દીઓ હોમ કવોરોંટાઈન થતાં હોવાથી વાસ્તવિકતા માલૂમ પડતી નથી. સરકારી આંકડા કરતા સાચા આંકડા લોકોને ભયભીત કરી શકે છે. છતાં લોકો માસ્ક પ્રત્યે જાગૃત જોવા મળતા નથી. અગાઉ રેપિડ ટેસ્ટમાં માંડ 5 જેટલાં કેસ આવતાં હતાં. પણ અત્યારે 25 જેટલા કેસો એકલા બોડેલીમાં આવી રહ્યા છે.

કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. છતાં સરકારી ગાઈડ લાઇનનુ પૂરતું પાલન થતું નથી. બોડેલીમાં લોકો માસ્ક વગર બિન્ધાસ્ત જોવા મળી રહ્યા છે. પોલીસ પણ મૂડમાં હોય તો એક્શનમાં જોવા મળે છે. જ્યાં સુધી લોકો સ્વયં જાગૃત નહિ થાય ત્યાં સુધી કોરોનાનુ સંક્રમણ અટકાવવું કઠિન દેખાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો