આયોજન:પાવીજેતપુરમાં બે સ્મારકો ખુલ્લા મુકાયાં

પાવી જેતપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત દ્વારા લોકભાગીદારી અને રેતી-કંકર ગ્રાન્ટમાંથી આયોજન કરાયું

પાવીજેતપુરમાં દિવાળી તેમજ નવા વર્ષના તહેવારના સમયે પાવી જેતપુર ગ્રામ પંચાયત દ્વારા પાવી જેતપુરની વિકાસયાત્રાને આગળ ધપાવતા પાવી જેતપુરના વિકાસમાં આગવું યોગદાન આપનાર પૂર્વ સ્વ. સરપંચો તેમજ સ્વર્ગસ્થ ડેપ્યુટી સરપંચના નામે તેમના પરિવારની લોકભાગીદારી થકી ગુજરાત સરકારની માદરે વતન યોજના તથા પાવી જેતપુર ગ્રામ પંચાયતની રેતી કંકર ગ્રાન્ટ અંતર્ગત પાવી જેતપુર વન કુટીર રેલવે સ્ટેશન પાસે સ્વર્ગસ્થ એસ. ઇબ્રાહિમ રેંજર પૂર્વ સરપંચ ચોક, બસ સ્ટેન્ડ નવા પ્રવેશ દ્વાર પાસે સ્વર્ગસ્થ શાંતિલાલ ચીમનલાલ શાહ પૂર્વ સરપંચ ચોક, ‘સાક્ષરતા સ્મારક’, 10 મીટર ઊંચો હાઈ માસ્ટ લાઇટિંગ ટાવર, ખત્રી ફળિયા અને રોહિતવાસ પાસે સ્વર્ગસ્થ ગોરધનભાઈ સવજીભાઈ પરમાર ડેપ્યુટી સરપંચશ્રી ચોકનું 3 નવેમ્બર સાંજના 7 કલાકે લોકાર્પણ વિધિ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...