વિરોધ:પાવી જેતપુર ખાતે બીજા દિવસે પણ આદિવાસીઓના ધરણાં યથાવત

પાવી જેતપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના જાતિના દાખલાના મુદ્દે લડત ચાલી રહી છે

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના જાતિના દાખલાના મુદ્દે લડત ચાલી રહી છે. આ લડતના ભાગરૂપે રાઠસેના દ્વારા ગાંધી જયંતીના દિવસથી પાવી જેતપુર સેવા સદનની સામે પ્રતીક ધરણા શરૂ કરાયા છે. રવિવારે બીજા દિવસે પણ આ ધરણા યથાવત રહ્યા છે.

રવિવારે નોકરિયાત લોકોએ આ યુવાનોની મુલાકાત લઈને સમાજના લોકોની ઓળખ સામે ઉભ થયેલા પ્રશ્ન મુદ્દે સહકાર અને પીઠબળ પૂરું પાડ્યું છે. અચોક્કસ મૂદત માટે શરૂ કરાયેલા ધરણા આગામી દિવસોમાં રંગ પકડે અને આંદોલન દિવસેને દિવસે પકડ મજબૂત બનાવીને સરકાર સમક્ષ અવાજ પહોંચે તેવું આયોજન રાઠસેના દ્વારા કરાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...