તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વનકુટીરને તોડી આદર્શ ટ્રેડ સેન્ટરની બુકિંગ ઓફિસ બનાવાતાં આંદોલનની ચીમકી

કદવાલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવીજેતપુરમાં ગેરકાયદે બાંધકામ અંગે મામલતદારને અરજી : તપાસની માગ
  • તંત્ર દ્વારા કાર્યવાહી નહિ કરાય તો જાગૃત નાગરિકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે

પાવીજેતપુર નજીક આવેલ હાર્દ સમાન ગણાતી મોહન વનકુટીર જે વર્ષ 1991માં પૂર્વ વન મંત્રી અને હાલના છોટાઉદેપુર વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય મોહનસિંહ છોટુભાઈ રાઠવાનાં હસ્તે 1991માં બનાવવામાં આવેલ હતી. હાલમાં રેલ્વે સ્ટેશનની સામે મોહન વન વિશ્રામ કુટીરનું સામાજીક વનીકરણ રેન્જ દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ હતું. જે પાવીજેતપુર તાલુકાની પ્રજા મોહન વન કુટીરનાં નામે ઓળખવામાં પ્રખ્યાત છે અને તેની બાજુમાંથી હાઈવે નંબર-56 પણ પસાર થઈ રહ્યો છે. જેથી વનકુટીર હતી તે સમયે લોકો ઉનાળાનાં સમયમાં છાયળે બેસવા માટે ઉપયોગ કરતાં હતાં.

પરંતુ હાલ જે જગ્યા ઉપર વનકુટીર તોડીને આદર્શ ટ્રેડ સેન્ટર બુકિંગની ઓફિસ બનાવી દેવામાં આવી છે. જેથી વનકુટીરનું ગેરકાયદે રીતે તોડેલ હોવાનું જણાવતા તાલુકાનાં જાગૃત નાગરિકો તથા સામાજિક કાર્યકરો દ્વારા સંપૂર્ણ રીતે ન્યાયીક તપાસ થાય અને તોડનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પાવીજેતપુર મામલતદાર તથા સામાજીક વનીકરણ રેન્જ વિભાગને અરજી આપી તપાસની માગ કરવામાં આવી છે.

અરજીમાં જણાવ્યું મુજબ અરજદારોની માગણી પ્રમાણે કોઈ પણ પ્રકારની સરકારી તંત્ર દ્વારા તપાસ કે કાર્યવાહી ના કરવામાં આવે તો આવતા દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે પાવીજેતપુર તાલુકાની જનતા આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...