તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનનો પોક્સોના ગુનાના કામનો વોન્ટેડ આરોપી જયેશભાઈ જગનભાઈ રાઠવા ભિંડોલ ગામેથી દેશી તમંચા તેમજ જીવતા કારતૂસ સાથે પકડાઈ જતા અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત અન્ય સ્ટાફ કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, ત્યારે પી એસ આઈ ને ખાનગી રાહે બાતમી મળેલ કે કરાલી પોલીસ સ્ટેશનનો નાસતો- ફરતો પોક્સોનો આરોપી જયેશભાઈ જગનભાઈ રાઠવા રહે. પાણીબાર તા.પાવીજેતપુર જી. છોટાઉદેપુર હથિયાર લઈને નીકળેલ છે અને હથિયાર સાથે ભીંડોલ ચોકડી પાસે મોટરસાયકલ લઈને ઉભો છે.
કરાલી પોલીસને મળેલી ચોક્કસ બાતમી હકીકતના આધારે ભીંડોલ મુકામે તપાસ કરતા જયેશભાઈ જગનભાઇ રાઠવા ચોકડી પાસે આવેલ બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો. જેને પકડવા જતા જયેશભાઈ પોલીસને જોઇને નાસવા લાગેલ, જેને પોલીસના માણસો છે કોર્ડન કરી પકડી લીધો હતો, ત્યારબાદ જયેશભાઈની અંગ ઝડતી કરતા તેમની કમરના ભાગેથી એક દેશી હાથ બનાવટનો તમંચો તેમજ પેન્ટના જમણી બાજુના ખિસ્સામાંથી એક જીવતો કારતુસ મળી આવેલ, દેશી હાથ બનાવટના તમંચાની કિંમત રૂપિયા 5000 જીવતા કારતૂસની કિંમત રૂપિયા 200, મોબાઈલની કિંમત રૂપિયા 500 તથા મોટર સાયકલની કિંમત 30,000 મળી 35,700ના મુદ્દામાલ સાથે જયેશ છગનભાઈ રાઠવાની કરાલી પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.