શ્રમદાન:ગ્રામજનોએ રૂ. 35 હજાર ભેગા કરી શ્રમદાન કરી રસ્તો બનાવવો પડ્યો

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રામજનોએ સ્વભંડોળ એકત્ર કરી શ્રમદાન કરીને રોડ બનાવ્યો. - Divya Bhaskar
ગ્રામજનોએ સ્વભંડોળ એકત્ર કરી શ્રમદાન કરીને રોડ બનાવ્યો.
  • લોઢણના નવાફળિયા કેનાલનો રસ્તો સુખી સિંચાઈ દ્વારા ન બનાવાતાં લોકોને મુશ્કેલી પડતી હતી

પાવી જેતપુરના લોઢણ ગામના નવાફળીયા જવાનો કેનાલનો રસ્તો સુખી સીંચાઈ દ્વારા નહી બનાવાતા ગ્રામજનોએ સ્વખર્ચે શ્રમદાન કરીને બનાવવાની ફરજ પડી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર તાલુકાના લોઢણ ગામના નવા ફળીયા જવાના કેનાલનો રસ્તો વર્ષોથી માટી મેટલ અને બીસ્માર હાલતમાં છે. આ ફળીયાના લોકો માટે આ એક જ રસ્તો અનુકૂળ છે અને અહીંયાથી જ ગ્રામજનો અવરજવર કરી રહ્યા છે. કેનાલની બાજુમાંથી પસાર થતો રસ્તો બીસ્માર હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવા ફળીયામાં લગભગ 1200ની વસ્તી છે. જ્યારે આખા ગામની 2500 જેટલી વસ્તી છે. હાલ રસ્તામાં મોટા મોટા ખાડા પડી જતાં રસ્તો ખૂબ જ ભંગાર હાલતમાં હતો.

નવા ફળીયાના રહીશોને ચોમાસા દરમીયાન પાણી ભરાઈ જતાં રસ્તો બંધ થઈ જાય છે. કેનાલનો રસ્તો સાંકડો હોવાને કારણે 108 પણ આવી શકતી નથી. જેને કારણે ગ્રામજનોને કોઈ બીમાર પડે તો ખાનગી વાહનમાં રોડ સુધી લઈ જવા પડે છે. અને ત્યાથી 108 દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડવા પડે છે. આ અંગે લોઢણના નવા ફળીયાના રહીશોએ સુખી સીંચાઈની કચેરી, ધારાસભ્ય, સાંસદ, મામલતદારને લેખીતમા રજૂઆત કરવા છતાય કોઈ પરીણામ નહીં આવતા દ્વારા લગભગ અડધા કિલોમીટરનો રોડ સ્વખર્ચે શ્રમદાન કરીને બનાવ્યો છે.

અઢી કિલોમીટરનો એસ્ટીમેટ સ્ટેજ પર છે
લોઢણ કેનાલ વાળો રસ્તો માટી-મેટલનો છે. જેને પાકો બનાવવાનો છે. જે 6300 ચેઇનેજથી 8700 ચેઈનેજ સુધી બનાવવાનો છે. અઢી કિલોમીટરનો એસ્ટીમેટ સ્ટેજ પર છે. ગ્રામજનોએ છ મહીના પહેલા રજૂઆત કરી હતી. 3 મીટર પહોળાઈનો રસ્તો છે. > ટી.એન. સુતરીયા, ડી.ઇ, સબ ડીવીઝન 12, સુખી સીંચાઈ યોજના, પાવી જેતપુર

અન્ય સમાચારો પણ છે...