શિક્ષણ મંત્રીનું નિવેદન:વાગલવાડાની પ્રાથમિક શાળાના બાળકોને ગામની અન્ય શાળામાં ખસેડવામાં આવ્યા

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાગલવાડાની શાળા મુદ્દે શિક્ષણ મંત્રીના ‘ અમે પણ શિયાળામાં ખુલ્લામાં બેસીને ભણતા’ નિવેદનને નામદાર હાઈકોર્ટે શરમજનક ગણાવ્યું
  • 2020માં ચોમાસામાં શાળા પડ્યા બાદ બીજી વ્યવસ્થા ના થઈ
  • શાળાના 26 બાળકોને મધ્યાહન ભોજન સંચાલિકાના ઘરના ઓટલા ઉપર બેસાડીને અભ્યાસ કરાવાતો હતો

છોટાઉદેપુર જિલ્લાના વાગલવાડાની પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવાના સમાચાર પ્રસિદ્ધ થતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક શાળાના બાળકોને નજીકની અન્ય શાળામાં શિફ્ટ કરાવી દીધા હતા. પરંતુ આ શાળાના શાળાના બાળકોના બહાર બેસવા મુદ્દે શિક્ષણ મંત્રીએ આપેલ નિવેદનને હાઈકોર્ટે શરમજનક અને આઘાતજનક ગણાવ્યું છે.

પ્રાપ્ત માહિતિ મુજબ છોટાઉદેપુર જિલ્લાના વાગલવાડાની પ્રાથમિક શાળામાં 1થી 5 ધોરણની શાળા આવેલી છે. જેની શાળાના ઓરડા 2020માં ચોમાસા દરમિયાન પડી ગયા હતાં. તે સમયે શાળાઓ બંધ હતી. પરંતુ ગત મહિનાથી શાળાઓ ચાલુ થતાં આ શાળાના 26 બાળકોને શાળાની બાજુમાં જ રહેતા મધ્યાહન ભોજન સંચાલિકાના ઘરના ઓટલા ઉપર બેસાડીને અભ્યાસ કરાવાતો હતો.

આ સમાચાર દિવ્ય ભાસ્કરમાં તારીખ 16 ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ થયા હતાં. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને જિલ્લા શિક્ષણાધીકારી, પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓએ વાગલવાડા શાળાની મુલાકાત લઈને શાળાના 26 બાળકોને વાહનની વ્યવસ્થા કરીને ગામમાં જ લગભગ 1 કિલોમીટર દૂર આવેલી અન્ય વ્યવસ્થા કરીને તાત્કાલિક શિફ્ટ કરાવી દીધા હતાં અને આજથી બાળકો વાહનની વ્યવસ્થા દ્વારા અન્ય શાળામાં અભ્યાસ કરવા પણ ગયા હતાં.

મહત્વની વાત એ છે કે વાગલવાડાની શાળાના બાળકોને મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ “અમે પણ શિયાળામાં શાળામાં ખુલ્લામાં બેસતા હતા ” નિવેદન કર્યું હતું. જેને નામદાર હાઈકોર્ટે સૂઓમોટો લઈને મંત્રીના નિવેદનને શરમજનક અને આઘાતજનક ગણાવીને 6 મહિનામાં શાળાઓ બનાવી દેવાની સૂચના આપી હતી અને રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના એડિશનલ સેક્રેટરીને રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે.

આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરવા ઓફિસે ગયા ત્યાં જિલ્લા શિક્ષણાધિકારી બહાર હોવાનું જાણવા મળતા તેઓનો સાંજે 4.11 વાગ્યે ટેલીફોનિક સંપર્ક કરતા હું અડધો કલાકમાં આવું છુ કહ્યું હતું પરંતુ 1 ક્લાક કરતા વધુ સમય બાદ પણ ન આવતા દિવ્ય ભાસ્કરની ટીમ પાછી આવી હતી. ત્યારબાદ તેઓનો સાંજે 6.13 વાગ્યે અને 7.11 વાગ્યે 94279 89573 ઉપર ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન સુદ્ધા ઉપાડ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...