તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચાલકો પરેશાન:ઓરસંગ નદીના પુલ પર પડેલા ખાડાનુંં સમારકામ હાથ ધરાયું

પાવીજેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુલના સાંધા ઉબડખાબડ થઇ જતા વાહનચાલકો પરેશાન થતા હતા

પાવીજેતપુરથી રતનપુર જતાં ઓરસંગ નદી ઉપર પુલ ઉપર સાંધાઓ ઉપર ટેકરા થઈ જતા જનતા પરેશાન થતી હતી. ત્યારે તે ટેકરાઓને તોડી નવેસરથી સમારકામ થતા જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

પાવી જેતપુરથી રતનપુર જતા ઓરસંગ નદી ઉપર વર્ષોથી પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલના સાંધાઓ લાંબા સમયથી છૂટા પડી જતા તંત્રને વારંવાર રજૂઆત થતાં તંત્ર દ્વારા આ સંધાઓની અંદર ડામરિંગ કરી રીપેરીંગ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પરંતુ આ સાંધાઓમાં ડામર ફિટ ન થતા એ સાંધાઓમાં ધૂળ, કચરો ભરાઈ જતા સાંધાઓ ઉપર ટેકરા થઈ જતા વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા હતા.

પાવી જેતપુર તાલુકાની મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી રતનપુર ગામે આવેલી હોય તેથી સ્વાભાવિક રીતે જ તાલુકાની મોટાભાગની જનતાને કચેરીઓના કામ અર્થે આ પુલ ઉપર અવારનવાર પસાર થવું પડે છે. આ પુલના સાંધા ઉપર ટેકરા થઈ જતા પસાર થતા વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા હતા. માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ધ્યાને આવતા તાત્કાલિક આ સાંધાઓનું સમારકામ પ્રારંભથી દેવામાં આવ્યું છે. સાંધાઓમાં ભરાયેલ કચરો, ધૂળ, ડામર તોડીને છૂટું કરી સાફ કરી નવેસરથી પતરાની પ્લેટ મૂકી સિમેન્ટ કોંક્રીટનો માલ ભરી શુ વ્યવસ્થિત રીતે સાંધાને પૂરી દેવામાં આવતા જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...