તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ:પાવીજેતપુરમાં જાહેરમાં પડેલો મેડિકલ વેસ્ટ આરોગ્ય વિભાગે સાફ કરાવ્યો

પાવી જેતપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 જુલાઈના રોજ આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો

પાવી જેતપુરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેનો અહેવાલ પ્રસારિત થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને સફાઈ કામ હાથ ધર્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આરોગ્ય વિભાગે કોરોના ટેસ્ટિંગ ડોમ બનાવ્યો હતો.

જ્યાં મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેકીને ડોમ ઉઠાવીને જતા રહ્યા હતા. આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. અને તાત્કાલિક મેડિકલ વેસ્ટની સફાઈ કરાવવામાં આવી હતી અને તે સ્થળને પણ સાફ કરી દેવામાં આવ્યું હતું. આમ પાવી જેતપુરમાં દિવ્ય ભાસ્કરના અહેવાલનો પડઘો પડતા આરોગ્ય વિભાગે તાત્કાલિક સફાઈ હાથ ધરીને અહેવાલને સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...