તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પાવીજેતપુરના ડુંગરવાટ ખાતે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી

પાવી જેતપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મકાનમાં લાગેલી આગની તસવીર. - Divya Bhaskar
મકાનમાં લાગેલી આગની તસવીર.
 • આગમાં મકાનની ઘરવખરી સહિત એક બાઇક બળીને રાખ થઇ ગઇ
 • પરિવાર ખેતરમાં મકાઈ સાચવવા ગયો હોવાથી જાનહાનિ ટળી હતી

પાવી જેતપુરના ડુંગરવાંટ ખાતે ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં એક મકાનમાં આગ લાગતા ઘર વખરી, બાઇક સહિત બળીને ખાખ થઈ જતા પરિવાર બેઘર બની ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુરના ડુંગરવાંટ ગામના ડેરી ફળિયામાં રહેતા ધનસિંગભાઈ ચિમાભાઈ રાઠવા ગત રાત્રિના પોતાના પરિવાર સાથે મકાઈના ખેતરમાં મકાઈ સાચવવા ગયા હતા. ત્યારે લગભગ 9 વાગ્યાના અરસામાં તેઓના રહેણાંક મકાનમાં શોટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ આજુબાજુ રહેતા લોકોએ મકાન માલિકને જાણ કરીને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘરમાં ઘાસચારો પણ ભરેલો હતો. જેને કારણે આગ વિકરાળ બની હતી અને જોતજોતામાં ઘર વખરી અને ઘરની બહાર પડેલી હીરો પેશન બાઇક સાથે મકાન બળીને ખાખ થઈ ગયું હતું.

આ દરમિયાન પાવી જેતપુરના ફાયર ફાઈટરને બોલાવતા ફાયર ફાઇટર આવતા પહેલા જ મકાન બળીને ખાખ થઈ ગયું હતું. પરંતુ ગામના જ એક યુવાન રાયદાસભાઈ રાઠવા કે જેને ફાયર ફાઈટરનો કોર્ષ કર્યો છે. તેને પોતાના ભણતર અને ટ્રેનીંગનો ઉપયોગ કરીને ઘરની બાજુમાં બાંધેલા ઢોરને છોડી મુક્યાં હતા અને અબોલ પશુઓને મોતના મુખમાંથી બચાવી લીધા હતા. આ યુવાન રાયદાસભાઈ રાઠવાએ આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો પણ સાધનોના અભાવે તેનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો